ઉત્તર પ્રદેશઃ મંગળવારે CBIની ટીમે હાથરસના બુલગઢી ગામની મુલાકાત લીધી હતી. હવે બુધવારે ફરી એકવાર તપાસ આગળ વધી રહી છે. CBIએ બુધવારે પીડિતના પરિવારજનોની પૂછપરછ કરી હતી. CBIએ પીડિતાના પિતા અને બંને ભાઈઓની 6 કલાક સુધી પૂછપરછ કરી હતી. CBIની ટીમે તેમને સવારે 6.40 વાગ્યે છોડ્યા હતા. ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે તેમને CBIની અસ્થાયી ઓફિસથી ગામમાં લઈ જવામાં આવ્યા હતા.
હાથરસ દુષ્કર્મ મામલો: CBIએ પીડિતાના પિતા અને 2 ભાઇની 6 કલાક પૂછપરછ કરી - ઉત્તર પ્રદેશ ન્યૂઝ
મંગળવારે CBIની ટીમે હાથરસના બુલગઢી ગામની મુલાકાત લીધી હતી. હવે બુધવારે ફરી એકવાર તપાસ આગળ વધી છે. CBIએ બુધવારે પીડિતના પરિવારજનોની પૂછપરછ કરી હતી.
મંગળવારે CBIની ટીમ પહેલીવાર ઘટના સ્થળ પર પહોંચી હતી. CBIએ અહીંની વીડિયોગ્રાફી કરીને ઘટના સ્થળ પર લગભગ 4 કલાક વિતાવ્યા હતા. આ સ્થળે પણ CBIએ પીડિતાના ભાઈ અને માતાની પૂછપરછ કરી હતી. આ ઉપરાંત CBIની ટીમ તે સ્થળે ગઈ હતી, જ્યાં પીડિતાના મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો હતો. ત્યાં પણ પીડિતાના મોટા ભાઈ પાસેથી માહિતી લેવામાં આવી હતી. ગામથી પરત ફરતી વખતે, CBI પીડિતાના ભાઈને સાથે લઈ ગઈ હતી. લગભગ 4 કલાક પછી પીડિતાના ભાઈને જવાની પરવાનગી આપી હતી. જો કે, પીડિતાના ભાઈએ કહ્યું કે, આ સમયગાળા દરમિયાન તેને કોઈ પ્રશ્ન પૂછવામાં આવ્યા નથી.