ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હાથરસ કેસ: ન્યાય નહી મળે ત્યાં સુધી અસ્થિ વિસર્જન નહી કરીએ: પીડિત પરિવાર - હાથરસ

હાથરસના કથિત દુષ્કર્મ કેસમાં પીડિતાનો પરિવાર મોડી રાતે લખનઉથી તેમના ગામ પર પહોંચ્યો હતો. આ સમય દરમિયાન પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

હાથરસ કેસ
હાથરસ કેસ

By

Published : Oct 13, 2020, 7:11 AM IST

હાથરસ: જિલ્લામાં કથિત દુષ્કર્મના કેસમાં પીડિતાનો પરિવાર પોલીસની કડક સુરક્ષા હેઠળ રાત્રે 11 વાગ્યાની આસપાસ લખનઉથી તેમના ગામ પરત આવ્યો હતો.

પીડિત પરિવારને અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચ સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો. પીડિતાના પરિવારની માહિતીના આધારે હાઈકોર્ટે હાથરસના જિલ્લા મેજિસ્ટ્રેટને ઠપકો આપ્યો હતો. પીડિત પરિવાર ભારે સુરક્ષા હેઠળ સવારે 5.30 કલાકે લખનઉથી હાથરસ જવા રવાના થયો હતો. સુનાવણી બપોરે 2 વાગ્યે લખનઉમાં અલ્હાબાદ હાઈકોર્ટમાં થઇ હતી. પીડિતાના પરિવારે જિલ્લા વહીવટી તંત્રની બેદરકારીનો આક્ષેપ કર્યો હતો. પરિવારે કહ્યું કે, જ્યાં સુધી ન્યાય નહીં થાય ત્યાં સુધી તેઓ અસ્થિ વિસર્જન નહીં કરે.

મીડિયા સાથે વાત કરતા પીડિતાના ભાઈએ જણાવ્યું હતું કે, અમે કોર્ટને કહ્યું હતું કે, અમારી બહેનની અંતિમ વિધિ અમારી ઇચ્છાથી નહીં, પરંતુ વહીવટ અને વહીવટની ઇચ્છાથી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે કોર્ટે આમાં વહીવટી તંત્રની ભુલ બતાવી છે.

પીડિતાના પિતાએ એમ પણ કહ્યું હતું કે, અમે કોર્ટને કહ્યું કે, અમને પુત્રીનો મૃતદેહ જોવાની મંજૂરી ન હતી મળી. પીડિતાના પિતાએ વધુમાં કહ્યું કે, જ્યાં સુધી ન્યાય નહીં થાય ત્યાં સુધી તે તેમની પુત્રીની અસ્થિયોને વિસર્જિત નહીં કરે.

પીડિત પરિવાર સાથે ગયેલી SDM અંજલિ ગંગવારે જણાવ્યું કે, અહીંથી લઈ જવામાં આવ્યા બાદ પીડિતાના પરિવારને ઉત્તરાખંડ ભવન લઈ જવામાં આવ્યો હતો. બધાને ત્યાં લંચ આપવામાં આવ્યું હતું. બાદમાં કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, આ પરિવારની સલામતી અને કાળજી લેવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details