બદલી બાદ તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, ફરી બદલી. ફરીથી ત્યા આવ્યા. કાલે બંધારણ દિવસની ઉજવણી કરાઈ. આજે સુપ્રીમ કોર્ટના આદેશ તેમજ નિયમોને વધુ એક વખત તોડવામાં આવ્યા. કેટલાક ખુશ થશે. અંતિમ મુકામે જો લાગ્યો. ઈમાનદારીનું ઈનામ.
ખેમકાએ મહારાષ્ટ્રની રાજનીતિક ઘટનાક્રમ પર કર્યું હતુ ટ્વિટ
બદલી પહેલા IAS ખેમકાએ મહારાષ્ટ્રની રાજનીતિક ઘટનાક્રમ પર ટ્વિટ કર્યું હતુ. અશોક ખેમકાએ કટાક્ષ કરતા કહ્યું હતુ કે, ધારાસભ્યોની ખરીદી કરવામાં આવે, તેમને બંધક બનાવવા બધું જ જાહેર સેવા માટે કરવામાં આવે છે, જનસેવા જેવો સુઅવસર ને છોડી ન દેવો, વંચિત રહેવાથી દુ:ખ થાય છે. થવા દો, ઘણાં સંઘર્ષ થવા દો, ભાગીદારીમાં ભાગ પાડીને સેવા કરવામાં આવશે.
કોણ છે અશોક ખેમકા
1991માં સમયમાં અશોક ખેમકાની ગણતરી ખુબ જ પ્રતિષ્ઠિત અધિકારીઓમાં થાય છે. તે જે વિભાગમાં છે ત્યા અનિયમિતતાનો ખુબ વિરોધ થાય છ. સામાજિક ન્યાય તેમજ અઘિકારીતા વિભાગમાં પણ ખેમકાએ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ મોરચો માંડ્યો હતો. તેમણે હરિયાણાના નેતા કૃષ્ણકુમાર બેદી વિરુદ્ધ મોરચો માંડ્યો હતો. જીપના દુરૂપયોગને લઈને ખેમકાને તેના જ વિભાગના પ્રધાન રહી ચૂક્યા કૃષ્ણકુમાર બેદી વચ્ચે ખેંચતાણ થઈ હતી.
53મી વખત અશોક ખેમકાની બદલી થઈ 53મી વખત અશોક ખેમકાની બદલી થઈ 53મી વખત અશોક ખેમકાની બદલી થઈ અશોક ખેમકાને એક વખત ફરી સંગ્રહાલય તેમજ પુરાતત્વ વિભાગમાં મોકલવામાં આવ્યા છે. ખેમકાની બદલીની ગણતરીનો આંકડો સતત વધતો જાય છે. ચૌટાલાથી લઈને હુડ્ડા સરકારમાં પણ ખેમકા ચર્ચાઓમાં રહ્યા હતા. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રસિંહ હૂડ્ડા સરકારમાં રોબર્ટ વાડ્રા ડીએલએફ લેન્ડ ડીલને ઉજાગર કરનાર અશોક ખેમકાની ભૂતકાળમાં બદલીઓ થઈ હતી.