આ સંકલ્પ પત્રમાં 300 યુનિય સુધી મફત વિજળી આપવાનું વચન આપ્યું છે. મહિલાઓને સરકારી નોકરીમાં 33 ટકા અનામત આપવાની વાત પણ કહેવાઈ છે.
હરિયાણા ચૂંટણી: કોંગ્રેસે સંકલ્પ પત્ર જાહેર કર્યું, જુઓ મેનીફેસ્ટોની મુખ્ય વાતો
ચંડીગઢ: હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે આજે મેનીફેસ્ટો જાહેર કર્યો છે. કોંગ્રેસ પોતાના ચૂંટણી ઢંઢેરાના સંકલ્પ પત્ર નામ આપ્યું છે. આ સંકલ્પ પત્ર દરેક વર્ગને ધ્યાનમાં રાખી બનાવવામાં આવ્યો છે. આ ચૂંટણીમાં જીતવા માટે કોંગ્રેસે અનેક મોટા વચનો આપ્યા છે.
haryana election
ભાજપ પર કોંગ્રેસના પ્રહારો
સંકલ્પ પત્ર જાહેર કરી વેળાએ કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે લોકોને સંબોધન કરતા જણાવ્યું કે, અમારી પાર્ટી સૌના હિતને ધ્યાને રાખી આ સંકલ્પ પત્ર તૈયાર કર્યું છે. અમે કામ કરવામાં હિરો અને પબ્લિસીટી કરવામાં ઝીરો છીએ. જ્યારે ભાજપ પબ્લિસીટીમાં આગળ રહે છે અને કામ કરવામાં ઝીરો છે. અમારુ કામ ટીવી પર ભલે ન દેખાઈ પણ જમીન પર દેખાય છે.
કોંગ્રેસનું સંક્લપ પત્ર:
- દરેક વર્ગને સંકલ્પ પત્રમાં જગ્યા આપી
- મહિલાઓ માટે રોજગારમાં 33 ટકા અનામત
- દલિતો માટે અલગ પેકેજ અપાશે
- 1થી 10 ધોરણ સુધી 12 હજાર રુપિયા વાર્ષિક સ્કોલરશીપ
- 12માં ધોરણમાં 15 હજાર સ્કોલરશીપ
- જીર્ણોદ્ધાર માટે 50 હજારની સહાય
- દરેક પરિવારમાં યોગ્યતા અનુસાર નોકરી અપાશે
- બીસીડી શ્રેણીમાં ઈન્ટરવ્યુ પ્રથા બંધ કરાશે
- ખેડૂતોને મળશે પુરતી રાહત
- ખેડૂતો સાથે ગરીબોનું પણ દેવુ માફ થશે
- દરેક જિલ્લામાં યુનિવર્સીટી અને મેડીકલ કૉલેજ બનાવીશું
- સરકાર બનતા જ એટીએફ બનાવીશું
- 5100 રુપિયા વૃદ્ધા પેન્શન
- સરકારી સંસ્થાઓમાં ફ્રી વાઈ-ફાઈ
- પત્રકારો માટે ટૉલ ફ્રી અપાશે
- પ્રોફેસર ભરતી માટે વિશેષ અભિયાન ચલાવાશે
- 300 યુનિટ પ્રતિ માસ વિજળી ફ્રી
- 300 યુનિટથી વધારે વપરાશ પર અડધા દર
- હરિયાણા રોડવેજમાં મહિલાઓને મફત યાત્રા
- ગર્ભવતી મહિલાઓને બાળકના જન્મ પર 3500 રુપિયા પ્રતિમાસ
- પંચાયતી રાજમાં મહિલાઓને 50 ટકા અનામત
- બીપીએલ મહિલાઓને ચૂલ્હા ખર્ચ 2000 મળશે
- વૃદ્ધા પેન્શન માટે 55 વર્ષની ઉંમર
Last Updated : Oct 11, 2019, 3:36 PM IST