હરિયાણા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કુમારી સેલજાએ ગુરૂવારે પોતાના ટિ્વટર હેન્ડલ પર પક્ષમાં જોડાવા માટે સદસ્યતા ફોર્મ અને ચૂંટણી લડવા માટે ઉમેદવારી ફોર્મના નમૂના મુક્યા હતાં.
દારૂથી દૂર રહેનાર અને ખાદી પહેરનારને જ ચૂંટણી લડાવશે હરિયાણા કોંગ્રેસ ! - new rules for candidates
ચંડીગઢ : હરિયાણામાં નજીકના દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં કોંગ્રેસે ઉમેદવાર પસંદગીના માપદંડ બદલ્યા છે. કોંગ્રેસ આ વખતે એવા જ ઉમેદવારને મેદાનમાં ઉતારશે, જે ખાદી પહેરતા હોય અને દારૂનું સેવન ન કરતા હોય.
આ બંને ફોર્મ સાથે તેમણે એક સોગંદનામાની પણ કોપી પોસ્ટ કરી હતી. જેમાં એવો ઉલ્લેખ હતો કે, દાવેદારી કરનાર નિયમિત પણે ખાદી પહેરતા હોવા જોઈએ. તેમજ તેઓ દારૂ કે અન્ય કોઈ નશીલા પ્રદાર્થના બંધાણી ન હોવા જોઈએ. આ ફોર્મમાં વિરોધાભાસ એવો છે કે, એક બાજુ કોંગ્રેસે દાવેદારી કરનારની જાતિની વિગતો માગી છે, તો બીજી તરફ આ જ ફોર્મમાં ઉમેદવાર પાસે જાતિ અને ધર્મનું રાજકારણ નહીં કરવાની ખાતરી માગી છે.
ચૂંટણી પંચ ટુંકાગાળામાં જ હરિયાણા વિધાનસભા ચૂંટણીઓની તારીખ જાહેર કરશે. ત્યારે સ્વચ્છ છબીના ઉમેદવારો ઉતારવાની કોંગ્રેસની આ રણનીતિ કેટલી કારગત નિવડે છે તે જોવું રહ્યું.