જિંદ/લુધિયાણા: છેલ્લા એક દાયકામાં ખેતી માટે જમીન જંતુનાશક દવાઓના ઉદાર ઉપયોગ જોવા મળ્યો છે. ખેતીમાં વેપારીકરણનો પગપેસરો થતાં દેશમાં કૃત્રિમ રસાયણોનો ઝડપથી ઉપયોગ શરૂ થયો છે.
પંજાબ અને હરિયાણા જેવા કૃષિ રાજ્યો જંતુનાશક દવાઓના મોટા ગ્રાહકો તરીકે ઉભરી આવ્યા અને ટૂંક સમયમાં આગાહી પ્રમાણે આ જંતુનાશક દવાઓના દુષ્પ્રભાવો સ્પષ્ટ થઈ ગયા છે. સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી 27 જેટલા જંતુનાશક દવાઓ પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્રના તાજેતરના પ્રસ્તાવના પગલે વિવિધ હિતધારકો ખાસ કરીને ઉદ્યોગના ચોક્કસ વર્ગમાં અકળાયો છે. મકાઈ, શેરડી, અડદ, તલ, કઠોળ અને કપાસ સહિત ચોખા અને ઘઉં હરિયાણામાં વવાતા મુખ્ય પાક છે.
જીવાત અને રોગોથી તેમના ઉત્પાદનને બચાવવા માટે ખેડૂતો તેમની 75 % પેદાશમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે છે. બાગકામ માટે પણ જંતુનાશક દવાઓનો ભારે ઉપયોગ થાય છે.
નોંધનીય છે કે, જંતુનાશક દવાઓનો માત્ર 1% જંતુઓનો નાશ કરવામાં વપરાય છે અને બાકીની 99% દવાઓ પેદાશોમાં ભળી જાય છે, પરિણામે તેનો વપરાશ કરનારાઓને બીમારી થઇ શકે છે. પ્રતિબંધ અને તેના અસરોને સમજવા માટે ઇટીવી ભારતએ હરિયાણા અને પંજાબના કેટલાક ખેડુતો સાથે વાત કરી હતી.
હરિયાણાના જીંદ જિલ્લાના ખેડુતો રણબીર અને સત્બીરે જણાવ્યુ હતું કે, સરકારનો નિર્ણય માન્ય હોવા છતાં, જંતુનાશકો વિના કૃષિ ખેતી ખૂબ જ અઘરી રહેશે. જો ખેતરોમાં નીંદણ હશે તો મોટા પાયે નુકસાન થશે. આ 'દવાઓ' પર પ્રતિબંધ મૂકવાથી ખેડૂતનો ભાર વધશે, એટલે કે ઉત્પાદનમાં વધુ ખર્ચ થશે.
સ્થાનિક ખેડૂત રામફલ કંડેલાએ પોતાના મંતવ્યો વ્યક્ત કરતાં જણાવ્યુ હતું કે કેમિકલ પર પ્રતિબંધ યોગ્ય છે, પરંતુ વિકલ્પ આપવા જોઇએ.
ખેડૂત મનોજે ટિપ્પણી કરી કે સરકારે બહુ મોડો નિર્ણય લીધો, કારણ કે છેલ્લા 20-30 વર્ષથી ઘણા દેશોમાં જંતુનાશક દવાઓ પર પ્રતિબંધ છે. આ દરમિયાન રાજુન્દર અને રામજીત, લુધિયાણાના ખેડુતોએ જણાવ્યું હતું કે. પરિસ્થિતિ અને સંજોગો ના દબાણ કારને ખેડુતો જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે કેમ કે આ દવાઓ ઉત્પાદકતામાં વધારો કરવામાં મદદ કરે છે.
હિસારની ચૌધરી ચરણસિંહ હરિયાણા કૃષિ યુનિવર્સિટીના જંતુ વિજ્ઞાન વિભાગના વડા યોગેશ કુમાર અનુસાર વિવિધ શાકભાજી અને ફળો ઘણાં વિવિધ પ્રકારના જંતુઓ અને જીવાતોને આકર્ષે છે.