નવી દિલ્હી: કોરોના વાઈરસનો કહેર ચરમસીમાએ છે. સમગ્ર દુનિયામાંથી આ વાઈરસથી પીડિત દર્દીઓ વિશે માહિતી મળવાનો સિલસિલો ચાલુ છે. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડો. હર્ષવર્ધનના નિવેદનની ટીકા કરતા કહ્યું કે, તેમણે લોકસભા અને રાજ્યસભામાં ટાઈટેનિક જહાજના કેપ્ટનની જેમ નિવેદન આપ્યું છે. જ્યારે કોરોના વાઈરસને લઈને સમગ્ર દેશની જનતા દહેશતમાં છે.
કોરોના વાઈરસ વિશે હર્ષવર્ધનનું નિવેદન ટાઈટેનિકના કેપ્ટન જેવુ: રાહુલ ગાંધી
કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને કોરોના વાઇરસને લઇને સ્થિતિ પર નિયંત્રણ હોવાનો દાવો કર્યો છે. આ અંગે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ડો. હર્ષવર્ધનને ટાઈટેનિકના કેપ્ટન કહ્યા હતા.
કોરોના વાઈરસ વિશે હર્ષવર્ધનનું નિવેદન ટાઈટેનિકના કેપ્ટન જેવુ: રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, સ્વાવ્થ્ય પ્રધાનના જણાવ્યા પ્રમાણે કોરોના વાઇરસનું સંકટ નિયંત્રણમાં છે. તેમનું આ નિવેદન બિલકુલ તેવું છે, જેમ ટાઈટેનિકના ડૂબતા સમયે જહાજના કેપ્ટને મુસાફરોને કહ્યું હતું કે ગભરાવવાની જરૂર નથી, કેમ કે તેમનું જહાજ અકલ્પનીય હતું.