નવી દિલ્હી: હર્ષવર્ધન શ્રૃંગલાએ ભારતના વિદેશ સચિવ તરીકે પદ ગ્રહણ કર્યુ છે. હર્ષવર્ધન શ્રૃંગલાએ આ પહેલા અમેરિકામાં ભારતના રાજદૂત તરીકે પણ કાર્યભાર સંભાળ્યો છે. શ્રૃંગલા 12 જાન્યુઆરીના રોજ અમેરિકાથી ભારત માટે આવવા રવાના થયા હતાં.
શ્રૃંગલા 1984ની બેંચના વિદેશી સેવાના અધિકારી હતાં. તેઓએ એક વર્ષ સુધી અમેરિકામાં ભારતીય રાજદૂત તરીકે સફળતાપૂર્વક જવાબદારી નિભાવી હતી.