ઝારખંડ/રાંચી: ભારતીય ક્રિકેટ ટીમના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા પોતાના મિત્ર અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો જન્મદિવસ મનાવી પોતાના ઘરે પરત ફર્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીનો જન્મદિવસ મનાવવા હાર્દિક પંડ્યા તેમના ભાઈ સાથે રાંચી પહોંચ્યો હતો.
રાંચીમાં ધોનીનો જન્મદિવસ ઉજવીને હાર્દિક પંડ્યા ઘરે પરત ફર્યો - પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની
મહેન્દ્ર સિંહ ધોનીનો બર્થડે સેલિબ્રેટ કરવા રાંચી પહોંચેલો હાર્દિક પંડ્યા પોતાના ઘરે પરત ફર્યો છે. પંડ્યા તેમના ભાઈ ક્રુણાલ પંડ્યા સાથે મંગળવારના રોજ રાંચી પહોચ્યો હતો.
Hardik Pandya
તમને જણાવી દઈએ કે, મહેન્દ્ર સિંહ ધોનીનો 7 જુલાઈના રોજ જન્મદિવસ હતો. જન્મદિવસ સેલિબ્રેટ કરવા માટે હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા રાંચી આવ્યાં હતાં. ધોનીના સિમલિયામાં આવેલા ફાર્મ હાઉસમાં જન્મદિવસ મનાવ્યા બાદ બંન્ને ભાઈ ફલાઈટથી મુંબઈ જવા રવાના થયા હતાં.