ફ્રેડશિપ ડેની શરૂઆત 1935માં અમેરિકી સરકાર કરી હતી. તે સમય આ વાત નક્કી થઈ હતી કે, ઓગસ્ટના જે પહેલો રવિવાર હશે, તે જ દિવસે ફ્રેડશિપ ડે ઉજવાશે. આ દિવસને નક્કીએ કર્યા પછી એક મત આ પણ છે કે, રવિવારના દિવસે લોકોની રજા હોય છે અને તે મિત્રોની સાથે આ દિવસ ભર રહી શકે છે. અનેક દેશો સાથે હવે ભારતમાં પણ યુવાવર્ગ દ્વારા ફ્રેન્ડશીપ ડેની જોરશોરથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે ફ્રેન્ડશીપ ડેની ઉજવણી માટે યુવાવર્ગમાં પણ અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. પોતાના જીગરજાન મિત્ર અને પ્રેમી-પ્રેમિકા એક-બીજાને ગિફ્ટ આપી ફ્રેન્ડશીપ ડે ઉજવવા અગાઉથી જ ગિફ્ટ શોપમાં આટાં ફેરા મારતા થઈ ગયા છે. મોંઘેરી ગિફ્ટની સાથે આકર્ષક ફ્રેન્ડશીપ બેલ્ટની ખરીદીમાં યુવા વર્ગ વ્યસ્થ થઈ ગયું છે.આ દિવસે બધા પોતાના મિત્રોને હાથમાં ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધે છે અને ઉજવણી કરે છે. પરંતુ, આ ફ્રેન્ડશીપ ડે માત્ર ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધીને જ નહિં અન્ય રીતે પણ તમારા મિત્રતાના સંબંધોને ઉંડા બનાવો. એટલે કે તમારા મિત્રો સાથેના સંબંધોમાં અમુક બદલાવ લાવો, જેનાથી તમારી મિત્રતા વધુ મજબુત બની શકે છે. પ્રમાણિકતા અને ત્યાગની ભાવના સાથે દોસ્તી નિભાવવી જોઇએ.
Friendship Day: ‘યારો દોસ્તી બડી હી હસીન હૈ'… યે ના હો તો ક્યાં ફિર બોલો યે જિંદગી હૈ… - મિત્ર
ન્યૂઝ ડેસ્કઃ મિત્ર, દોસ્ત આ એક એવો સંબંધ છે માણસ પોતે બનાવે છે. અન્ય સંબંધ તો જન્મથી જ બની જાય છે, જેમ કે માતા-પિતા ભાઈ-બેન કાકા-કાકી બધા, પણ મિત્રતા એક એવો સંબંધ છે કે, આપણા ન હોવા છતા પોતાના જેવો સંબંધ હોય છે. એવું કહેવાય છે કે, જો તમારે લાબું જીવન જોઈએ છે તો મિત્રોની સંખ્યામાં વધારો કરો. પણ શું તમે જાણો છો કે, આ દિવસની શરૂઆત કેવી રીતે થઈ શા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
મિત્રતા એટલે ત્યજવાની ભાવના, નિઃસ્વાર્થ પણે મિત્રના દુઃખમાં પડખે ઉભા રહેવાની ભાવના. એટલે જ દોસ્ત, મિત્ર, ભાઈબંધ સાથે લોકો ખુલ્લા મને હસી શકે-રડી શકે છે, કોઈ પણ મુંઝવણ હોય તો એ પણ ફટાકદયને મિત્ર સાથે શેર કરી છે. આથી જ મિત્રના મૃત્યુ કરતા મૈત્રીનું મૃત્યુ લોકોને અસહ્ય લાગે છે. મિત્રો વિશે દુનિયાભરમાં કેટકેટલું લખાયું છે અને લખાતું રહે છે, પરંતુ મૈત્રીનો સબંધ ભલે લોહીના સબંધ સાથે સંકળાયેલો ના હોય, તેમ છતાં વિપરીત પરિસ્થિતિમાં માત્ર ને માત્ર ભાઈબંધ જ સૌથી પહેલો આવીને ઉભો રહી જાય છે. આવા જ સબંધને શબ્દોમાં વર્ણવાના અને લાગણી દર્શાવવાના દિવસની ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે ઉજવણી કરવામાં આવે છે.