19 વર્ષની ઉંમરે પહેલી વખત પોતાની માનાં સંસદીય વિસ્તાર પીલીભીતમાં ચૂંટણી દરમિયાન દેખાયા. તે સતત પોતાની માતા મેનકા સાથે ચૂંટણી પ્રચારમાં જોવા મળતા હતા. જ્યાં લોકો સાથે પોતાની ઓળખાણ કરતા કરાવતા હતા.
અસંખ્ય સાંસ્કૃતિક પુસ્તકો વાંચવાના શોખીન વરુણ ગાંધી 20 વર્ષની ઉંમરમાં જ પોતાની 'દ ઓથનસ ઑફ સેલ્ફ' નામનું પુસ્તક લખી નાખ્યુમ, જેનું લોકાર્પણ દેશના અનેક નામી અનામી હસ્તીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓ કવિતાઓની સાથે સાથે બહારી દુનિયા સાથેના સંબંધો પર લખી રહયા છે.
તેઓ પોતાની ઓળખાણ પોતાની જાતે જ કરવામાં માંગે છે તેઓ નથી ઈચ્છતા કે તેમને કોઈ વિરાસતમાં મળેલી રાજકીય પાર્ટીના નેતા તરીકે ન ઓળખે. તેમને આ વિશે ક્યારેય વિચાર્યું જ નથી કે, તેમને કોઈ કોંગ્રેસ અથવા સોનિયા ગાંધીને કારણે ઓળખે.