ન્યૂઝ ડેસ્કઃ આજના આધુનિક સમયમાં લોકોની જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું છે. આજના યુવાનોમાં દારુનું સેવન કરવું એટલે કે ડ્રિંક કરવું બહું સામાન્ય વાત થઈ ગઈ છે. ડ્રિંક કરવાથી લાંબા સમયે સમસ્યાઓ થઈ શકે છે. પરંતુ દારુનું સેવન કર્યા પછી બીજા દિવસે તમને પણ હેન્ગઓવર થયો હશે, થયો છે ને ?
આયુર્વેદ નિષ્ણાત ડૉક્ટર નિર્મલા દેવીએ જણાવ્યું હતું કે, 'જો દારુનું સેવન યોગ્ય માત્રામાં કરવામાં આવે, યોગ્ય સમયે લેવામાં આવે અને તેની સાથે પૂરતા પ્રમાણમાં ભોજન લેવામાં આવે તો તે અમૃતની જેમ ફાયદાકારક છે. જો કે, દારુના બંધાણી થવું એ માનસિક અને શારીરિક સમસ્યાઓ ઉભી કરી શકે છે.'
આયુર્વેદમાં દારુનું સેવન કરવાને ‘માદત્ય્યા’ કહેવામાં આવે છે. તેને 4 પ્રકારમાં વહેંચી શકાય છે.
- પાનાત્યયા (વધુ પડતા પીવાના કારણે તીવ્ર નશો)
- પરમાદા (હેન્ગઓવર)
- પાનાજિર્ણ (આલ્કોહોલિક જઠરનો સોજો)
- પાનાવિભ્રમા (વધુ પડતો નશો)
હેન્ગઓવરના લક્ષણો
- લાલઆંખો
- ખૂબ તરસ લાગવી
- માથાનો દુઃખાવો
- અવાજ અને પ્રકાશથી તકલીફ થવી
- શ્વાસમાં દુર્ગંધ આવવી
- એકાગ્રતમાં વિક્ષેપ
- તણાવ અને ચિંતા
- ઉદાસી
- હ્રદયના ધબકારા વધી જવા
- ઉલ્ટી થવી અથવા ઝાડા થવા
- કંપન કે ધ્રુજારી થવી