નિર્ભયા કેસ: બક્સર સેન્ટ્રલ જેલથી ફાંસીનો ફંદો તિહાડ જેલ મોકલવામાં આવ્યો - બક્સર સેન્ટ્રલ જેલ
બક્સર: બક્સર સેન્ટ્રલ જેલથી ફાંસી માટે 10 રસ્સીમાંથી 6 રસ્સી સવારે 8 વાગ્યે તિહાડ જેલમાં મોકલવામાં આવી છે. સૂત્રો પ્રમાણે એક રસ્સીની કિંમત 2140 રૂપિયા છે. જે તિહાડ જેલના અધિકારીઓ દ્વારા ચૂકવવામાં આવશે.
જેલના અધિકારીઓના નિર્દેશ બાદ બક્સર સેન્ટ્રલ જેલમાં તૈયાર કરવામાં આવેલી 10 રસ્સીઓમાંથી 6 રસ્સી તિહાડ જેલમાં સવારે 8 વાગ્યે મોકવામાં આવી. સૂત્રો મુજબ,તિહાડ જેલના અધિક્ષકના સાથે મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓએ સવારે 8 વાગ્યે બક્સર સેન્ટ્રલ જેલમાં રસ્સી સાથે કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે તિહાડ જેલમાં પાછા ફર્યા હતા. બક્સર સેન્ટ્રલ જેલથી રસ્સી લીધા બાદ તિહાડ જેલના અઘિક્ષક દ્વારા એક રસ્સીની કિંમત 2140 રૂપિયાના હિસાબથી 12840 રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. જેથી સ્પષ્ઠ થઇ જાય છે કે, ટૂંક સમયમાં જ નિર્ભયા કાંડના આરોપીઓને ફાંસીની સજા આપવા આવશે.