જયપુરઃ રાજસ્થાન હાઇકોર્ટે કોટાના જાણીતા રાજેન્દ્ર આગ્રવાલ ડબલ મર્ડર હત્યાકાંડના ઓરાપીની ફાંસીની સજાને આજીવન કેદની સજામાં બદલી છે. ન્યાયાધીશ સબિના અને ન્યાયાધીશ સીકે સોનગરાની ખંડપીઠે આ આદેશ રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી જગદીશ ચંદ્ર માળીની અરજી પર સુનાવણી દરમિયાન આપ્યો હતો.
ડબલ મર્ડરના કેસમાં મળેલી ફાંસીની સજાને કોર્ટે આજીવન કારાવાસમાં બદલી
રાજસ્થાન હાઇકોર્ટે કોટાના જાણીતા રાજેન્દ્ર આગ્રવાલ ડબલ મર્ડર હત્યાકાંડના ઓરાપીની ફાંસીની સજાને આજીવન કેદની સજામાં બદલી છે. ન્યાયાધીશ સબિના અને ન્યાયાધીશ સીકે સોનગરાની ખંડપીઠે આ આદેશ રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી જગદીશ ચંદ્ર માળીની અરજી પર સુનાવણી દરમિયાન આપ્યો હતો.
અદાલતમાં જણાવવામાં આવ્યું કે, ઓરોપીએ એક દંપતીની હત્યા કરી હતી. પરંતુ કેટલાક કારણોસર તેને ફાંસીની સજા આપવામાં આવતી નથી. અદાલતે કહ્યું કે, ફાંસીની સજા ત્યારે જ આપી શકાય જ્યારે અપરાધ માટે આજીવન કેદની સજા પ્રર્યાપ્ત ન હોય. રાજ્ય સરકારે જગદીશને ફાંસી અને ગુનાઓના અપરાધમાં મદદ કરતી તેમની પત્નીને પણ આજીવન કારાવાસની સજા આપવામાં આવી છે.
જગદિશ ચંદ્ર માલી જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા રાજેન્દ્ર અગ્રવાલ માટે ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. તેને તેમના પુત્રના લગ્ન માટે પૈસાની જરૂર હતી. જેથી તેમને અને તેમની પત્નીએ સાથે મળીને રાજેન્દ્રની પત્ની ગીતાને માથાના ભાગે ઇજા પહોચાડીને તેમના ઘરમાં રહેલા કબાટમાં અંદર રહેલી વસ્તુઓ રૂપિયા અને એક લાખ રૂપિયાની ઝવેરાત લુટી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના પિતરાઇ ભાઇએ પોલીસમાં FIR નોંધાવી હતી.