ગુજરાત

gujarat

By

Published : Jan 16, 2020, 8:56 PM IST

ETV Bharat / bharat

નિર્ભયા કેસ: ફાંસીની તારીખમાં થઇ શકે છે ફેરફાર, 17 જાન્યુઆરીએ આગામી સુનાવણી

નવી દિલ્હી: નિર્ભયાના ગુનેગારની ડેથ વોરન્ટ પર રોક લગાવવાની માગ પર સુનાવણી કરતા દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આ વાતના સંકતે આપ્યા કે, 22 જાન્યુઆરીએ ફાંસી નહીં થઇ શકે, એડિશનલ સેશન્સ જજ સતીશ એરોરાએ કહ્યું કે, અત્યારે ફાંસીનો સમય નક્કી નથી. અમે જેલના વહિવટી તંત્ર પાસેથી રિપોર્ટ માગ્યો છે. જેસ વહિવટી તંત્રએ વિશે કોઈ માહિતી આપી નથી. આ મામલાની આગામી સુનાવણી 17 જાન્યુઆરીએ થશે.

nibhya
નિર્ભયા

કોર્ટે કહ્યું કે, ગુનેગારોને દયા અરજી દાખલ કરી છે. 22 જાન્યુઆરીમાં ફક્ત પાંચ દિવસ જ બાકી છે. રાષ્ટ્રપતિ એક-બે દિવસમાં અરજીને ફગાવી શકે છે. જે બાદ ગુનેગારો 14 દિવસોનો સમય માગશે.

મુકેશના વકીલ વૃંદા ગ્રોવરે શરૂઆતની દલીલમાં કહ્યું કે, મુકેશની અરજી દાખલ કરી દેવામાં આવી છે. અરજીમાં ડેથ વોરન્ટ રદ કરવાની માગ કરવામાં આવી છે. વૃંદા ગ્રોવરે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે 14 જાન્યુઆરી બે ક્યૂરેટિવ અરજીને ફગાવી દીધી હતી.

મુકેશના વકીલ વૃંદા ગ્રોવરે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે ક્યૂરેટિવ અરજી મોડી દાખલ કરવાના કારણે ફગાવી દીધી હતી.

વૃંદા ગ્રોવરે કહ્યું કે, દોષીઓ હજુ સુધી કસ્ટડીમાં છે. જેની જવાબદારી નથી બનતી. જેલ પ્રસાશન ઓથોરિટીને લઇને કોર્ટે જણાવ્યું જોઇએ.

નિર્ભયાના માતા પિતાએ વકીલ મુકેશની અરજીનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, મુકેશની અરજી સુનાવણી યોગ્ય નથી.

ઉલ્લેખનીય છે કે, 7 જાન્યુઆરીએ પટિયાલા હાઉસ કોર્ટમા ડેથ વોરન્ટ જાહેર કરતા 22 જાન્યુઆરીએ ફાંસી આપવા આપવાનો ચૂકાદો આપ્યો હતો. જે બાદ સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટીશન દાખલ કરવામાં આવી હતી. 14 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટ મુકેશની ક્યૂરેટિવ પિટિશનને ફગાવી દીધી હતી. જે બાદ મુકેશે હાઉકોર્ટમાં ડેથ વોરન્ટ પર રોક લગાવવા માટે અરજી દાખલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details