ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હલદ્વાનીના અમરનાથે દેહદાન માટે વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર

કોરોના વાઇરસ વિશ્વવ્યાપી મહામારીના નિવારણ માટે વિશ્વભરને ચિંતા છે, આ બીમારીનો સામનો કરવા માટે ભારત સરકારના વૈજ્ઞાનિકોની ટીમ તેમજ ડોકટરો પણ જોડાયેલા છે. જેથી, કોવિડ -19ની સારવાર માટેની વેક્સીન તૈયાર કરી શકાય. આવી પરિસ્થિતિમાં હલદ્વાનીના રહેવાસી અમરનાથ જોશીએ આ અભિયાનમાં પોતાનું શરીર દાન આપવા સંકલ્પ લીધો છે. જેથી, સંશોધન દરમિયાન પોતાના જીવંત શરીરનો ઉપયોગ કરી શકાય છે. જેના માટે તેમણે વડાપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને પત્ર લખ્યા છે. તેમજ વડા પ્રધાનને ટ્વિટર દ્વારા જાણ કરવામાં આવી છે.

હલદ્વાનીના અમરનાથે દેહદાન માટે વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર
હલદ્વાનીના અમરનાથે દેહદાન માટે વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર

By

Published : Mar 30, 2020, 3:51 PM IST

હલદ્વાનીઃ એકલ સ્કૂલના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને હલ્દ્વાનીના રહેવાસી અમરનાથ જોશીએ વડા પ્રધાનને પત્ર લખ્યો છે કે, જો કોવિડ -19 સામે લડવાની વેક્સીન તૈયાર કરવા વૈજ્ઞાનિકો દ્વારા સંશોધન કાર્ય કરવામાં આવી રહ્યું છે, જો તેમાં જીવંતશરીરની આવશ્યકતા હોય તો, તે દેહદાન માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, જો તેમના શરીરનો ઉપયોગ અસાધ્ય રોગના સંશોધન દરમિયાન કરવામાં આવે છે, તો તે પોતાને ખૂબ નસીબદાર માનશે અને તે પોતાનો શરીર છોડવા તૈયાર છે.

હલદ્વાનીના અમરનાથે દેહદાન માટે વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર

ઉલ્લેખનીય છે કે, આ પહેલા અમરનાથ તેની પત્ની સાથે હલદ્વાની સરકારી મેડિકલ કોલેજમાં દેહદાન માટે પણ અરજી કરી શકે છે. જેથી તેમનુ શરીર તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉપયોગ માટે થઈ શકે.

ABOUT THE AUTHOR

...view details