નવી દિલ્હી: હજ યાત્રા અંગે સાઉદી અરેબિયા સરકાર તરફથી કોઈ ગાઇડલાઇન્સ ન મળતા હજ કમિટી ઑફ ઇન્ડિયાિએ રાજ્ય હજ સમિતિઓને હજ યાત્રા માટેની તૈયારીઓ અંગે રોક લગાવાા સૂચના આપી છે. આ સાથે, અરજદારો દ્વારા યાત્રા રદ્દ કરવા પર સંપૂર્ણ નાણા પરત આપવાનો નિર્ણય લીધો છે.
ભારતમાંથી સૌથી વધુ ઉત્તરપ્રદેશથી હજ યાત્રા પર લોકો જાય છે. ઉત્તર પ્રદેશના હજ યાત્રાળુઓ હજીઓમાં સૌથી વધુ આવે છે, ત્યારે આ વર્ષે સાઉદી અરેબિયામાં હજ યાત્રા માટે 28 હજાર લોકોએ અરજી કરી છે.