ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હજ 2020: યાત્રા રદ્દ કરનારા યાત્રિકો 100 ટકા રિફંડનું આવેદન કરી શકશે - Haj Committee of India

જમ્મુ-કાશ્મીર હજ સમિતિના કાર્યકારી અધિકારીએ જણાવ્યું છે કે, જે યાત્રિકો 2020માં તેમની હજ યાત્રા રદ્દ કરવા માગતા હોય તે યાત્રિકો રિફંડ મેળવવા આવેદન કરી શકે છે.

Haj Committee
Haj Committee

By

Published : Jun 8, 2020, 11:36 AM IST

શ્રીનગર: જમ્મુ-કાશ્મીર હજ સમિતિના કાર્યકારી અધિકારીએ જણાવ્યું છે કે, જે યાત્રિકો 2020માં તેમની હજ યાત્રા રદ્દ કરવા માગતા હોય તે યાત્રિકો રિફંડ મેળવવા આવેદન કરી શકે છે.

હજ કમિટિ ઓફ ઈન્ડિયાની વેબસાઈટ અને હજ હાઉસ બેમિનામાં ઉપલ્બધ્ધ નિર્ધારિત પ્રોફાર્મા પર યાત્રિકો રિફંડ માટે આવેદન કરી શકે છે.

અધિકારીએ કહ્યું કે, હજ કમિટી ઓફ ઈન્ડિયાએ હજ યાત્રિકોને કહ્યું છે કે, જે પણ આ વર્ષ પોતાની હજ યાત્રા રદ્દ કરવા માંગે છે તે 100 ટકા રિફંડ માટે આવેદન કરી શકે છે.

તેમણે જણાવ્યું કે, હજ યાત્રા માટેની તમામ જાણકારી હજ કમેટી ઓફ ઈન્ડિયાની વેબસાઈટ અને હજ હાઉસ બેમિના પર ઉપલ્બધ છે.

ABOUT THE AUTHOR

...view details