આ બાદ સઈદે ત્યાં પોતાના જૌહર કસ્બા સ્થિત ઘરની નજીક સ્થાનિક મસ્જિદમાં નમાજ અદા કરવી પડી હતી.
આપને જણાવી દઈએ કે, તેના સંગઠન જેયુડીને સંયુક્ત રાષ્ટ્ર એ વૈશ્વિક આંતકવાદી સંગઠન જાહેર કરેલું છે.
આ ઘટનાક્રમ સાથે નજીકથી જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, જેયૂડી પ્રમુખ સઈદ કદ્દાફી મેદાનમાં નમાજનું નેતૃત્વ કરવા ઈચ્છતો હતો. પરંતુ એક દિવસ પહેલા (મંગળવારે) પંજાબ સરકારના એક અધિકારીએ આમ ન કરવા જણાવ્યું હતુ. જો તે ઈદની નમાજનું નેતૃત્વ કરે તો સરકાર તેની ધરપકડ કરે તેવી શક્યતાઓ હતી.
તેમણે જણાવ્યું કે, સરકારના નિર્દેશ પછી સઈદ પાસે કોઈ વિકલ્પ નહોતો. જેથી તેણે કદ્દાફી મેદાનમાં ઈદની નમાઝનું નેતૃત્વ કરવાનું આયોજન રદ્દ કરી દીધુ હતું.
અહીં નોંધનીય છે કે, સઈદ આ મેદાનમાં કેટલાય વર્ષોથી ઈદ અને બકરી ઈદની નમાઝનું નેતૃત્વ કરતો આવ્યો છે. સરકાર તેને ચુસ્ત સુરક્ષા પણ ઉપલ્બ્ધ કરાવતી હતી.
ભૂતકાળમાં સઈદ ફક્ત નમાઝનું નેતૃત્વ અદા કરતો હતો. પરંતુ આ પ્રકારના ધાર્મિક ઉત્સવો પર ભેગી થયેલી ભીડ સમક્ષ કાશ્મીર મુદ્દે પોતાના વિચાર વ્યક્ત કરતો હતો.
મુંબઈ હુમલા બાદ સઈદને 10 ડિસેમ્બર 2008માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધ કરી દેવાયો છે. આ હુમલામાં 166 લોકોના માર્યા ગયા હતા. જેયૂડી લશ્કર-એ-તોયબાનું જ એક સંગઠન તરીકે ઓળખવામાં આવે છે. જે મુંબઈ હુમલા માટે જવાબદાર છે.