હેકાથોનને મુળ વિચાર કોરોના વાયરસના નિયંત્રણ પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરવા માટેનો છે. આ આ માટે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનીક્સ અને આઇટી, સ્ટાર્ટ અપ હબ,ફીક્કી પુના, એપીજે અબ્દુલ કલામ સેન્ટર સાયન્સ એન્ડ ટેકનોલોજી પાર્ક પુણા ( જે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનું સાહસ છે) , ગેરેજ-48, એક્સિલરેટ એસ્ટોનીયા, અને રોબોટેસ ઇન્ટરનેશનલ કોવિડ-19ને લઇને સમાધાન કાઢવા માટે એકજુથ થયા છે.. જેમાં થોડા દિવસોમાં વેશ્વિક રીતે વકરેલા કોવિડ-19ને નિયંત્રિત રાખવા મળ્યા છે. વધુ માહિતી માટે નીચેની સાઇટ પર લોગઇન કરો.
https://www.mygov.in/task/hack-crisis-%E2%80%93-india-online-hackathon
આ હેકાથોનનો હેતુ એવા વિચારો વિકસિત કરવાનો છે કે જેમાં 48 કલાકોમાં પ્રોટોટાઇપ કરી શકાઇય અને હાલની કટોકટીને હલ કરવામાં પણ મદદ કરી શકે છે.
હેકાથોન માટેના નવા વિચારોના સબમિશનની તારીખ 2જી એપ્રિલ છે અને તે બપોરે વાગે લાઇન બંધ થશે. તમામ ભાગ લેનાર વ્યક્તિને તેમના વિચારોની સ્વીકૃતિ થયાની કે રીજેક્ટ થયો મેસેજ 2જી તારીખ સાંજ સુધીમાં આવશે.
દરેક ટીમમાં આદર્શ રીતે સમાવેશ થવો જોઇએ.
વિચારના મુળ પ્રણેતા તેમની ટીમમાં લીડની ભુમિકા લેશે.