ગુર્જર નેતા કિરોડી સિંહ બેંસલા ભાજપમાં જોડાયા
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે હવે એક દિવસ બાકી છે, ત્યારે એક બીજાની પાર્ટીમાં જોડાવોનો સિલસિલો હજી પણ યથાવત છે. ગુર્જર આંદોલનના નેતા કિરોડીસિંહ બેંસલા તથા તેમનો પુત્ર ભાજપ સાથે જોડાયા છે. બેંસલાએ કેન્દ્રીય પ્રધાન જાવેડકરની ઉપસ્થિતીમાં પાર્ટીમાં જોડાયા છે.
ફાઇલ ફોટો
કર્નલ કિરોડીસિંહ બૈંસલાએ પોતાના કરીયરની શરૂઆત રાજસ્થાનમાં એક શિક્ષક તરીકે કરી હતી.તેમના પિતા સેનામાં હતા તેથી તેમની પણ ઇચ્છા સેનામાં જોડાવાની હતી. બેંસલા રાજપુતાના રાઇફલ્સમાં ભર્તી થયા હતા. આ દરમિયાન તેઓ 1962 ભારત-પાકિસ્તાન યુદ્ધમાં જોડાયા હતા.સેનાથી નિવૃત્ત થયા બાદ તેમણે ગુર્જર સમુદાય માટે જંગ શરૂ કરી હતી.