આ મામલામાં ચૂકાદો સંભળાવ્યા બાદ જ્યારે દોષિતોને કોર્ટ રૂમમાંથી બહાર લઈ જવામાં આવતા હતા. ત્યારે ત્યાં હાજર રહેલા અને વીડિયો બનાવી રહેલા પત્રકાર ઉપર દોષી મનોજે હુમલો કરવા પ્રયાસ કર્યો હતો. તેણે પત્રકારને થપ્પડ મારી અને તેનો મોબાઈલ તોડવાનો પ્રયાસ કર્યો હતો.
આ પહેલા કોર્ટે તેના ચૂકાદામાં જણાવ્યું હતું કે, પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સમાજ માટે આંચકા રૂપ ઘટના છે. આપણા સમાજમાં સગીર બાળકીઓની દેવી તરીકે પૂજા કરવામાં આવે છે.