ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિહાર ચૂંટણીઃ પૂર્વ DGP ગુપ્તેશ્વરને બક્સર બેઠક પરથી ન મળી ટિકિટ - બોક્સર વિધાનસભા

બિહારના પૂર્વ DGP ગુપ્તેશ્વર પાંડે વીઆરએસ લીધા બાદ ચૂંટણી લડશે તેવી અટકળો ચાલી રહી હતી. પરંતુ બુધવારના મોડી રાત્રે બક્સર વિધાનસભા અને વાલ્મીકિનગર લોકસભા સીટ પર ઉમેદવારોના નામની જાહેરાત બાદ આ ચર્ચા પર પૂર્ણ વિરામ લાગી ગયું છે.

Former DGP Gupteswar
Former DGP Gupteswar

By

Published : Oct 8, 2020, 10:03 AM IST

પટનાઃ બિહારના પૂર્વ DGP ગુપ્તેશ્વર પાંડે JDUમાં જોડાયા બાદ આશંકા ચાલી રહી હતી કે, તેઓ બોક્સર વિધાનસભા અથવા વાલ્મીકિનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. પરંતુ ભાજપે બક્સર બેઠક પરથી પરશુરામ ચતુર્વેદી અને વાલ્મીકિનગરથી JDUથી સુનિલ કુમારને ટિકિટ આપી છે.

સોશિયલ મીડિયા પર સંદેશ

આ બંને બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત બાદ પૂર્વ DGP ગુપ્તેશ્વર પાંડેએ સોશિયલ મીડિયા પર એક સંદેશ આપ્યો છે. તેમણે લખ્યું છે કે મારા ઘણા શુભેચ્છકોના ફોનથી હું પરેશાન છું. હું તેમની ચિંતા અને સમસ્યાઓ પણ સમજી શકું છું. મારી નિવૃત્તિ પછી, દરેકને અપેક્ષા હતી કે હું ચૂંટણી લડીશ, પરંતુ આ વખતે હું વિધાનસભાની ચૂંટણી લડી રહ્યો નથી. નિરાશ થવાનું કંઈ નથી ધીરજ રાખો.

તેમણે આગળ લખ્યું છે કે તેમનું જીવન સંઘર્ષમાં વિત્યુ છે અને તે આજીવન જનતાની સેવા કરતા રહશે. તેમણે લોકોને અપીલ કરી કે તેઓએ ધૈર્ય રાખો અને તેમને ફોન ના કરે.

ABOUT THE AUTHOR

...view details