ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગુપકર જાહેરાત મુદ્દે અબ્દુલ્લાના નિવાસ સ્થાને સર્વપક્ષીય બેઠક, જાણો શું છે ગુપકર મુદ્દો - નેશનલ કોન્ફરન્સ

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન અને નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂખ અબ્દુલ્લા અને ઉમર અબ્દુલ્લાએ તેમના નિવાસ સ્થાને ગુપકર ઘોષણા અંગે બેઠક બોલાવી છે, જેમાં મહેબૂબા મુફ્તી પણ ઉપસ્થિત રહ્યાં છે.

ગુપકર જાહેરાત મુદ્દે અબદુલ્લાના નિવાસ સ્થાને સર્વપક્ષીય બેઠક
ગુપકર જાહેરાત મુદ્દે અબદુલ્લાના નિવાસ સ્થાને સર્વપક્ષીય બેઠક

By

Published : Oct 15, 2020, 2:25 PM IST

શ્રીનગર:પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીને મુક્ત કરવામાં આવતા જમ્મુ-કાશ્મીરમાં રાજકારણ ગરમાયું છે, ત્યારે ગુરૂવારે તેઓ કલમ 370ના સંદર્ભે ગુપકર ઘોષણાને મુદ્દે નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂખ અબ્દુલ્લાના નિવાસ સ્થાને યોજાનારી સર્વપક્ષીય બેઠકમાં ઉપસ્થિત રહેશે.

મહેબૂબાના નિવાસસ્થાને ફારૂખ અબ્દુલ્લા અને ઉમર અબ્દુલ્લા સાથે કરી હતી મુલાકાત

આ પહેલા મહેબૂબા મુફ્તીએ બુધવારે તેમના નિવાસ સ્થાને ફારૂખ અબ્દુલ્લા અને ઉમર અબ્દુલ્લા સાથે મુલાકાત કરી હતી. ઉમર અબદુલ્લાએ આ અંગે એક ટ્વીટ પણ કર્યુ હતું.

ગુપકર જાહેરાત મુદ્દે અબ્દુલ્લાના નિવાસ સ્થાને સર્વપક્ષીય બેઠક

પીડીપી અને નેશનલ કોન્ફરન્સ એકસાથે?

ફારૂખ અબ્દુલ્લા અને ઉમર અબ્દુલ્લાની મહેબૂબા સાથે મુલાકાત અંગે ઘણા રાજકીય તર્કવિતર્કો થઇ રહ્યા છે. ગુપકર ઘોષણા અંગેની બેઠકનું આમંત્રણ મહેબૂબાએ સ્વીકારતા જમ્મુ-કાશ્મીરના બે મહત્વપૂર્ણ અને વિરોધી પક્ષોના એક સાથે આવવાની પણ અટકળો છે.

શું છે ગુપકર ઘોષણા?

ગતવર્ષ 5 ઑગસ્ટે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવાતા અને જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમના અમલના એક દિવસ પહેલા 4 ઑગસ્ટે નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂખ અબ્દુલ્લાના નિવાસ સ્થાને એક બેઠક મળી હતી. જેમાં જમ્મુ-કાશ્મીરના રાજકારણના 6 પક્ષો નેશનલ કોન્ફરન્સ, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી, અવામી નેશનલ કોન્ફરન્સ, પીપલ્સ કોન્ફરન્સ, કોંગ્રેસ અને સીપીએમના નેતાઓએ ભાગ લીધો હતો.

બેઠક બાદ સંયુક્ત ગુપકર પત્રની જાહેરાત કરવામાં આવી, જેમાં કહેવામાં આવ્યું છે કે જો કેન્દ્ર જમ્મુ-કાશ્મીરના વિશેષ બંધારણીય દરજ્જા સાથે ચેડા કરશે, તો તમામ રાજકીય પક્ષો મળીને જમ્મુ-કાશ્મીરની સ્વાયત્તતા તેમજ રાજ્યની વિશિષ્ટ બંધારણીય, પ્રાદેશિક અને ધાર્મિક ઓળખને જાળવી રાખવાનો પ્રયાસ કરશે.

ABOUT THE AUTHOR

...view details