- જમ્મુ કાશ્મીર DDC ચૂંટણી પરિણામ
- 370 કલમ રદ્દ થયા બાદ પ્રથમ ચૂંટણી
- ભાજપે કાશ્મીરમાં પ્રથમ વખત ખીલવ્યું કમળ
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં DDC ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. જેમાં પ્રથમ વખત ભાજપે કાશ્મીરમાં કમળ ખીલવ્યું છે. કાશ્મીરમાં ભાજપે 4 બેઠક પર જીત મેળવી છે, જ્યારે 1 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. ભાજપે નેશનલ કોંગ્રેસ અને પીડીપી જેવી સ્થાનિક પ્રભાવશાળી પાર્ટીઓનો સામનો કરીને કાશ્મીરમાં પ્રથમ વખત ચૂંટણી જીતી છેય એઝાઝ હુસૈને શ્રીનગરમાં ખોન્મોહ - જિલ્લા વિકાસ પરિષદની 2 બેઠક જીતી છે. જ્યારે એઝાઝ અહમદ ખાને બાંદીપોરા જિલ્લામાં તુલૈલ બેઠકમાં જીત મેળવીને પાર્ટીને ખૂશ થવાની વધુ એક તક આપી છે.
કાશ્મીરમાં રાષ્ટ્રવાદી કદ વધારી રહ્યા છે
હુસૈને પોતાની સફળતા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓ અને પાર્ટી કાર્યકર્તાની આકરી મહેનતને શ્રેય આપીને કહ્યું કે, ડીડીસી ચૂંટણીમાં ભાજપ અને બીજા પક્ષો વચ્ચે ટક્કર હતી. તેમણે અહીંયા SKICC સ્થિતિ મતગણતરી કેન્દ્ર બહાર પત્રકારોને કહ્યું કે, આ ભાજપની જીત છે. દપષ્પ્રચારનો પર્દાફાસ થયો છે. કારણ કે, લોકોને વડાપ્રધાન અને તેમની નીતિઓમાં વિશ્વાસ છે. આ સંદેશ છે કે, કાશ્મીરમાં રાષ્ટ્રવાદી કદ વધારી રહ્યા છે.
મુખ્તાર અબ્બાસે કર્યો હતો પ્રચાર