સિરોહીઃ રાજ્યસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. જોકે કોંગ્રેસને ક્રોસ વોટિંગનો ડર સતાવી રહ્યો છે. જેથી રાજ્યસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના 20 જેટલા ધારાસભ્યોને રાજસ્થાનના આબુરોડના એક રિસોર્ટમાં લાવવામાં આવ્યા છે.
ગુજરાતમાં 19 જૂને 4 રાજ્યસભા સાંસદોની ચૂંટણી છે. જેને લઇને હવે રણનીતિની શરુઆત થઇ ચૂકી છે. કોંગ્રેસને ક્રોસ વોટિંગનો ભય સતાવી રહ્યો છે. કોંગ્રેસના 20 ધારાસભ્યોને રાજસ્થાન ગુજરાત સીમા પર સ્થિત આબુરોડના વાઇલ્ડ વિન્ડ્સ રિસોર્ટમાં રોકવામાં આવ્યા છે અને તેમનું રિસોર્ટ રાજકારણ કાર્ડ રમી રહી છે.
આ રિસોર્ટમાં ધારાસભ્યો સિવાય કોઇને પણ અંદર જવાની પરવાનગી નથી. ના તો કોઇને મળવા દેવામાં આવી રહ્યા છે. ધારાસભ્યોની 1 ડઝનથી વધુ ગાડીઓ રિસોર્ટમાં છે, તો ધારાસભ્યોને રિસોર્ટની અંદર જ બધી વ્યવસ્થા કરવામાં આવી છે.