ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આ ગુજરાતીઓને માઉન્ટ આબુમાં જુગારની મોજ મોંધી પડી, પોલીસે રેડમાં 8 ઝડપાયા - Sawan month

ગુજરાત રાજ્યમાં હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. સાતમ-આઠમ તહેવાર હોવાથી ગુજરાત નજીકનું એક માત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ જતા હોય છે, રાજ્યમાં કડક કાયદાના કારણે ગુજરાતીઓ રાજસ્થાન જઇ જુગાર રમવાની મજા માણતા હોય છે, ત્યારે હિલ સ્ટેશન માઉન્ટ આબુની પોલીસ પણ સતર્ક થઇ સતત કાર્યવાહી કરી છે. જેમા મનોરંજન કરવા આવેલા પ્રવાસીઓને જેલમાં જાવાનો વારો આવ્યો છે.

hill station Mount Abu
hill station Mount Abu

By

Published : Aug 12, 2020, 12:33 PM IST

રાજસ્થાનઃ ગુજરાતની નજીકનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુનું હવામાન ખૂબ રડિયામણું છે, એવા વાતાવરણમાં હજારો પ્રવાસીઓ ગુજરાતમાંથી માઉન્ટ આબુ જતા હોય છે. પર્યટકો ફરવાની અને મનોરંજન માટે જુગાર પણ રમતા હોય છે. હાલ સાતમ-આઠમના તહેવાર હેવાથી આબુ પોલીસ દ્વારા અનેક સ્થળોએ જુગાર રમતા પ્રવાસીઓ સામે મોટી કાર્યવાહી કરી હતી.

ગુજરાતમાં કડક કાયદાને કારણે ગુજરાતી પ્રવાસીઓ રાજસ્થાન તરફ વળી રહ્યાં છે, જેમાં તેમનું સૌથી પ્રિય સ્થળ માઉન્ટ આબુ છે, ત્યારે પોલીસને બાતમી મળી હતી કે, ઉડિયા ગામમાં જુગાર રમવામાં આવી રહ્યો છે, જેના આધારે પોલીસ અધિક્ષક પૂજા અવનાના નિર્દેશનમાં માઉન્ટ આબુ ખાતે કાર્યવાહી હાથ ધરી હતી.

આ દરોડા દરમિયાન દાવ પર મુકેલી આશરે 4 લાખ 53 હજારની રોકડ રકમ મળી આવી હતી. આ કાર્યવાહી ઉડિયા ગામના એક ખાનગી બંગલા પર કરવામાં આવી હતી. જેમાં 8 આરોપીઓને 8 મોબાઇલ અને બે લક્ઝરી કાર સાથે ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે શ્રાવણ મહિનામાં ગુજરાતી પ્રવાસીઓ માઉન્ટ આબુમાં જુગાર રમવા આવતા હોય છે. જેમાં પોલીસ પણ સક્રિય થઇ કાર્યવાહી કરતા હોય છે.

ABOUT THE AUTHOR

...view details