ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગોધરા કાંડઃ '9 કલાકની પૂછપરછ દરમિયાન નરેન્દ્ર મોદીએ એક કપ ચા પણ નહોતી પીધી' - નરેન્દ્ર મોદી

વર્ષ 2002ના ગુજરાતના રમખાણોની તપાસ કરતી એસઆઈટીના પ્રમુખ રહેલા આરકે રાઘવને પોતાની આત્મકથામાં આ ઘટનાની તપાસના કેટલાક કિસ્સા શેર કર્યા છે. જેમાં તેમણે નરેન્દ્ર મોદી અંગે વાત કરી છે.

Narendra modi
Narendra modi

By

Published : Oct 27, 2020, 11:29 AM IST

નવી દિલ્હીઃ વર્ષ 2002ના ગુજરાતના રમખાણો(ગોધરા કાંડ)ની તપાસ કરતી એસઆઈટીના પ્રમુખ રહેલા આરકે રાઘવને એક પુસ્તકમાં કહ્યું છે કે તે સમયે રાજ્યના મુખ્યપ્રધાનના રુપમાં નરેન્દ્ર મોદીએ નવ કલાકની લાંબી પૂછપરછ દરમિયાન સતત શાંતી અને ધીરજ રાખી હતી, આ સાથે જ તેમને પૂછવામાં આવેલા આશરે 100 સવાલોમાંથી દરેકનો જવાબ તેમણે આપ્યો હતો. તેમજ આ દરમિયાન તેમણે એક કપ ચા પણ પીધી નહોતી.

રાઘવને પોતાની આત્મકથા 'એ રોડ વેલ ટ્રાવેલ્ડ' માં લખ્યું છે કે પૂછપરછ માટે ગાંધીનગર એસઆઈટી કાર્યાલય આવવા માટે નરેન્દ્ર મોદી તરત જ તૈયાર થઈ ગયા હતાં અને સાથે પોતાની જ પાણીની બોટલ લઈને આવ્યા હતાં.

ગુજરાત રમખાણોની તપાસ માટે ગઠિત એસઆઈટીના પ્રમુખ બન્યા પહેલા રાઘવન તપાસ એજન્સી સીબીઆઈના પ્રમુખ પણ રહી ચુક્યા છે. તેમણે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે રમખાણને લઈ મોદીને પૂછપરછ માટે કાર્યાલય જ બોલાવવામાં આવ્યાં હતા અને તે પણ આવવા માટે તરત તૈયાર થઈ ગયા હતાં.

પૂર્વ પોલીસ અધિકારીએ કહ્યું કે નરેન્દ્ર મોદીએ એક અસામાન્ય કદમ ઉઠાવતાં એસઆઈટીના સભ્ય અશોક મલ્હોત્રાને પૂછપરછ માટે કહ્યું હતુ. કારણ, બાદમાં તેમની( રાઘવન) અને મોદી વચ્ચે કોઈ કરાર થયો હોવાનો આક્ષેપ ન લાગે.

રાઘવન વધુમાં કહે છે કે મલ્હોત્રાએ મને જણાવ્યું હતું કે મોદીની પૂછપરછ દરમિયાન તેમને એક પણ સવાલ ટાળવાની કોશિશ કરી નહોતી. બધા સવાલોના જવા આપવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે કાર્યાલય તરફથી તેમને ભોજન ઓફર કરવામાં આવ્યું હતુ તે પણ લીધું નહોતુ, પોતાની પાણીની બોટલ પણ સાથે લાવ્યાં હતાં.

એસઆઈટીએ ફેબ્રુઆરી ૨૦૧૨ માં 'ક્લોઝર રિપોર્ટ' દાખલ કર્યો હતો, જેમાં મોદી અને અન્ય લોકોને ક્લિનચીટ આપવામાં આવી હતી. ઘણા વરિષ્ઠ સરકારી અધિકારીઓ પણ તેમાં શામેલ હતા. તેમણે કહ્યું કે તેમની સામે કાયદાકીય પુરાવા નથી.

રાઘવને કહ્યું કે મારી વિરુદ્ધ પણ અરજીઓ દાખલ કરવામાં આવી હતી, મારા પર મુખ્યપ્રધાન( મોદી) ની તરફેણમાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details