નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના સામેની લડાઈમાં ગુજરાત મોડલ પર સવાલો કર્યા છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, જે ગુજરાત મોડલનો ઉલ્લેખ કરવામાં આવે છે તે કોરોના સામેની લડાઈમાં નિષ્ફળ રહ્યું છે. વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, રાજ્યમાં વધી રહેલું કોરોનાનું સંક્રમણ અને મૃત્યુના આંકડાથી ગુજરાત મોડલની પોલ ખુલી ગઈ છે.
કોરોના સામે લડાઈમાં 'ગુજરાત મોડેલ' નિષ્ફળ: રાહુલ ગાંધી - Congress leader Rahul Gandhi
ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના 24 હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે અને 1500થી વધુ લોકોના મોત થયા છે. અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ અંગે સવાલો ઉભા કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, કોરોના સામેની લડાઈમાં ગુજરાત મોડેલ નિષ્ફળ રહ્યું છે.
રાહુલ ગાંધી
એક મીડિયા રિપોર્ટનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ગુજરાતમાં કોરોના વાઈરસથી મૃત્યુદર સૌથી વધુ છે.
આપને જણાવી દઈએ કે, કોરોના મહામારીમાં વ્યવસ્થા, પ્રબંધન અને કોરોનાના વ્યાપને રોકવા માટે દેશમાં લગાવવામાં આવેલા લોકડાઉન અંગે પણ રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવતા રહ્યા છે.