ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગુજરાત સરકારે પ્રવાસી મજૂરોની વતન વાપસી માટે સૌથી વધુ 1033 શ્રમિક ટ્રેન દોડાવી - મોદી સરકાર

કોરાના લોકડાઉનમાં દેશના વિવિધ રાજ્યોમાં ફસાયેલા પ્રવાસી મજૂરોની ઘર વાપસી માટે અત્યાર સુધી રેલવે મંત્રાલયે શું પ્રયત્નો કર્યા છે. રેલવે પ્રધાન દ્વારા કેટલાક આંકડા રજૂ કરવામાં આવ્યા છે. જેમાં પરપ્રાંતિય મજૂરોને તેમના વતન પહોંચાડવા માટે 1 મેથી શ્રમિક સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવી હતી. 1મેથી 31 ઓગસ્ટ સુધીમાં 4621 શ્રમિક ટ્રેનો દ્વારા 63,19,000 યાત્રીઓને પોતાના વતન પહોંચાડવામાં આવ્યા હતાં.

Shramik Trains
ગુજરાત સરકારે પ્રવાસી મજૂરોની વતન વાપસી માટે સૌથી વધુ 1033 શ્રમિક ટ્રેન દોડાવી

By

Published : Sep 24, 2020, 4:25 PM IST

ન્યૂઝ ડેસ્કઃ કોરાના લોકડાઉનમાં દેશના વિવિધ રાજ્યોમાં ફસાયેલા પ્રવાસી મજૂરોની ઘર વાપસી માટે અત્યાર સુધી રેલવે મંત્રાલયે શું પ્રયત્નો કર્યા છે. રેલવે પ્રધાન દ્વારા કેટલાક આંકડા રજૂ કરવામાં આવ્યા છે. જેમાં પરપ્રાંતિય મજૂરોને તેમના વતન પહોંચાડવા માટે 1 મેથી શ્રમિક સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવી હતી. 1મેથી 31 ઓગસ્ટ સુધીમાં 4621 શ્રમિક ટ્રેનો દ્વારા 63,19,000 યાત્રીઓને પોતાના વતન પહોંચાડવામાં આવ્યા હતાં.

મહત્વનું છે કે, ગુજરાત સરકારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફસાયેલા પ્રવાસી મજૂરોને પોતાના વતન પહોંચાડવા અત્યાર સુધી 1033 શ્રમિક ટ્રેન દોડાવી છે. જે દેશમાં સૌથી વધુ છે. આમ, ગુજરાત સરકારે પ્રવાસી મજૂરોને પોતાના વતન પહોંચાડવા સૌથી વધુ શ્રમિક ટ્રેન દોડાવી છે. ગુજરાતે પ્રવાસી મજૂરો માટે 1033 શ્રમિક ટ્રેન દોડાવી સૌથી વધુ 1,532,712 મજૂરોને પોતોના વતનમાં પહોંચ્યાડ્યાં છે. જ્યારે અન્ય રાજ્યમાંથી ગુજરાત એક પણ શ્રમિક ટ્રેન આવી નથી. તમને જણાવી દઇએ કે, કોરોના લોકોડાઉનમાં ફસાયેલા પ્રવાસી મજૂરોને તેમના ગૃહ રાજ્ય પહોંચાડવા માટે કેન્દ્ર અને ગુજરાત સરકાર તમામ સંભવ પ્રયત્ન કર્યાં હતાં. ગુજરાત સરકારની પહેલથી યુપી, ઝારખંડ, બિહાર અને મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યના લાખોની સંખ્યામાં પ્રવાસી શ્રમિક સુરક્ષિત ઘરે પહોંચી ગયા છે. જો કે, કોરોના વાઇરસને ફાલાવવાથી રોકવા માટે દેશમાં 31 મે સુધી લોકડાઉન વધારવામાં આવ્યું હતું. લોકડાઉનના ચોથા તબક્કામાં રાજ્ય સરકાર દ્વારા શરતને આધિન છૂટછાટ આપવામાં આવી હતી.

શ્રમિક સ્પેશિયલ ટ્રેન જે 1લી મે, 2020થી 31 ઓગસ્ટ, 2020ની વચ્ચે ચલાવવામાં આવી હતી, જેમાં કુલ 63.19 લાખ મુસાફરોને પોતાના વતનમાં પહોંચ્યાં છે. દેશમાં કોરોના લોકડાઉન બાદ રાજ્ય સરકારો દ્વારા શ્રમિક સ્પેશ્યલ ટ્રેનોની માંગ કરવામાં આવી હતી. જેથી સામાન્ય સંજોગોમાં આવી વિશેષ ટ્રેનો રાજ્ય સરકાર / કોઈપણ એજન્સી દ્વારા અથવા સંપૂર્ણ ટેરિફ દર પરના વ્યક્તિ દ્વારા બુક કરવામાં આવે છે. જેમાં બંને દિશાઓ, સેવા ચાર્જ, ખાલી ઉપાડ ચાર્જ, અટકાયત ચાર્જ વગેરે માટે સામાન્ય ભાડાનો સમાવેશ થાય છે.

કોરોના સામેની લડાઈમાં મોદી સરકારે સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કર્યું હતું, જેને કારણે લાખો એવા લોકો જે રોજીરોટી માટે અન્ય શહેરોમાં રહેતાં હતાં, તેઓ મુશ્કેલીમાં મૂકાયા હતાં. સુરતમાં રહી રહેલા પરપ્રાંતના શ્રમિકોને બાદમાં પોતાનાવતન મોકલી આપવામાં આવ્યા હતાં. લોકડાઉન કરવાથી કોરોનાનું સંક્રમણ નહીં વધે તે ઉદ્દેશથી સમગ્ર દેશમાં લોકો જ્યાં છે, ત્યાં જ રહે તેવો આદેશ કરાયો હતો. લોકડાઉન દરમિયાન સૌથી વધુ મુશ્કેલી પરપ્રાંતિય શ્રમિકોને પડી હતી. કારણ કે, ધંધો રોજગાર બંધ થઈ જતાં તેમનો જીવન નિર્વાહ મુશ્કેલ બન્યું હતું.

ખાસ કરીને સુરત જેવા ઔદ્યોગિક શહેરમાં આવી સ્થિતિ સ્પષ્ટ રીતે જોઈ શકાતી હતી. સુરતમાં રહેતા લાખો પરપ્રાંતિય શ્રમિકોને પોતાના વતન જવું હતું, જો કે, ટ્રેનો બંધ હોવાને કારણે તેમને સુરતમાં જ રહેવું પડ્યું હતું. આવક બંધ થતા તેઓને ખાવાના ફાફા પડ્યા હતા. સુરતમાં એક તબક્કે શ્રમિકોને પોતાના વતન જવાનું ન મળતા પથ્થરમારા અને હિંસક ઘટનાઓ પણ બની હતી. સરકાર દ્વારા દેશભરના શ્રમિકોને પોતાના વતન મોકલવા માટે ખાસ ટ્રેનો દોડાવવામાં આવી હતી. સુરતમાં કાપડ ઉદ્યોગમાં કામ કરતાં લાખો શ્રમિકો ટ્રેન મારફતે પોતાના વતન જતા રહ્યાં હતા, પરંતુ કોરોના પર ધીમે ધીમે કાબૂ મેળવવાની પ્રક્રિયા શરુ થતા સરકારે અનલોકની શરૂઆત કરી વેપાર, ઉદ્યોગોને ફરી શરુ કરવા માટે મંજૂરી આપી હતી.

ભારતીય રેલ્વે માત્ર એક જ દિશા માટે સામાન્ય ભાડા પર શ્રમિક સ્પેશિયલના બુકિંગને મંજૂરી અપાઈ હતી. જેથી શ્રમિકો માટે ઉન્નત સેનિટેશન, વિશેષ સુરક્ષા, તબીબી વ્યવસ્થા, રેક સેનિટાઇઝેશન, મફત ભોજન, પાણી વગેરે જેવી વિશેષ વ્યવસ્થા આ ટ્રેનોમાં કરાઈ હતી. જેનો એકંદર ખર્ચ થયો હતો. રેલવેએ રાજ્ય સરકારો અથવા તેમના અધિકૃત પ્રતિનિધિઓ પાસેથી શ્રમિક વિશેષ ટ્રેનોનું ભાડું વસૂલ્યું હતું. રેલવેએ મુસાફરો પાસેથી કોઈ ભાડુ સીધું એકત્રિત કર્યું નહોતું. રાજ્ય સરકારો પાસેથી અથવા રાજ્ય સરકારના પ્રતિનિધિઓ પાસેથી 1લી મે, 2020થી 31 ઓગસ્ટ, 2020ના સમયગાળામાં શ્રમિક વિશેષ ટ્રેનો ચલાવવા માટેનું ભાડું આશરે 433 કરોડ થયું છે. શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવવા પાછળ થતા ખર્ચનો થોડોક ભાગ રેલવે વસૂલ કરી શકશે, જેના કારણે આ ટ્રેનોના સંચાલનમાં નુકસાન થયું છે.

ABOUT THE AUTHOR

...view details