ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિકાસનું માધ્યમ સહકાર દિલીપ સંઘાણી - gujarat news

ગુજરાતમાં નાફેડ અને ઘણી મોટી સંસ્થાઓમાં મોટા હોદ્દા પર ફરજ બજાવતા દિલીપ સંઘાણી શનિવારે બારાબંકી ખેડુતોના એક કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા.

Gujarat Cooperative Minister Dilip Sanghani news
બારાબંકીઃ

By

Published : Feb 16, 2020, 4:57 AM IST

ઉત્તર પ્રદેશઃ દિલીપ સંઘાણી શનિવારના રોજ ઉત્તરપ્રદેશના બારાબંકીમાં ખેડુતોના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યા તેમણે સભાને સંબોધતા કહ્યું હતું કે, કૃષિ ક્ષેત્ર હોય કે નાના ઉદ્યોગ હોય દેશની સેવા કરવી હોય તો આજના સમયમાં સહકાર જ એક માધ્યમ છે. સહકાર દ્વારા ઘણી પ્રગતિ થઈ શકે છે. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી બેન પટેલ હતા, જ્યારે પુરૂષોત્તમ રૂપાલા પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

વિકાસનું માધ્યમ સહકારીતાઃ દિલીપ સંઘાણી

બારાબંકીના ખેડૂતો કાર્યક્રમમાં દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, આ સમયે દેશમાં ચાર હજારથી વધુ નાની કંપનીઓ આવી છે. વિદેશી કંપનીઓ જે પણ નફો કરશે તે તેઓ તેમના પોતાના દેશમાં લઈ જશે. કો-ઓપરેટિવ સંસ્થા દ્વારા જે પણ કામગીરી કરવામાં આવશે, તેનો લાભ સીધો દેશની જનતાને મળશે. તેમનો નફો ડિવિડન્ડના રૂપમા દેશની સરકાર સાથે જોડાયેલા ક્ષેત્રોમાં મળશે.

દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, સહકારી મંડળીઓ જુદા જુદા 30-35 વિસ્તારોમાં કાર્યરત છે. સહકારી સંસ્થાઓના માધ્યમથી કૃષિ ક્ષેત્રમાં જે યોજનાઓ સરકારે અમલમાં મૂકી છે, તેનો વિકાસના ક્ષેત્રમાં ઉપયોગ કરી શકાશે.

ABOUT THE AUTHOR

...view details