નવી દિલ્હીઃ કેજરીવાલ સેનાની શકિતનો વિરોધ કરી રહ્યા હતા. રૂપાણીએ કહ્યું કે, કેજરીવાલ આતંકવાદીઓને ટેકો આપી રહ્યા છે. જ્યારે અમારી સેના સરહદ પર જોરદાર કામ કરી રહી હતી, ત્યારે આ લોકો સૈન્યનો વિરોધ કરી રહ્યા હતા. કેજરીવાલ દેશ વિરોધીનું સમર્થન કરી રહ્યા છે?
દિલ્હીમાં CM રૂપાણીનું વિવાદીત નિવેદન, કહ્યું, 'મૌલાઓ માટે બનાવાયા છે મહોલ્લા ક્લીનિક' - કેજરીવાલ
વિકાસપુરીના બકકરવાલા વિસ્તારમાં પહોંચેલા ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ લોકોને સંબોધન કરતાં કહ્યું કે, મોલાઓ માટે ક્લીનિક્સ બનાવવામાં આવે છે. મદરેસામાં ભણાવતા મૌલાઓની સંખ્યા વધારી લોકો ચોક્કસ ધર્મને પ્રોત્સાહિત કરી રહ્યાં છે.
ગુજરાતના મુખ્ય પ્રધાનનું મહોલ્લા ક્લિનિક અંગે વિવાદિત નિવેદન
શાહીન બાગ અંગે કેજરીવાલ પર નિશાન સાધતા કહ્યું કે, ત્યાં રાષ્ટ્રવિરોધી તત્વો બેઠા છે, કેજરીવાલ તેમનું સમર્થન કરે છે. જ્યારે જે.એન.યુ.માં દેશના ટુકડા કરવાના સૂત્રોચ્ચાર થયા હતા, તે સમયે કેજરીવાલ જે.એન.યુ.પહોંચ્યા હતા. તો શું તેઓ દેશ વિરોધી લોકોની સાથે છે? તે જણાવે.