ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 6 બેઠકોની પેટાચૂંટણી માટે 42 ઉમેદવારો મેદાનમાં છે. તમામ બેઠકો પર ભાજપ, કૉંગ્રેસ અને NCPના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીયો જંગ જામશે. પેટાચૂંટણીની તમામ બેઠકો પર ફોર્મ પાછા ખેંચવાની સમયમર્યાદા પણ પૂર્ણ થઈ ગઈ છે. પેટાચૂંટણીમાં સૌથી વધુ 11 ઉમેદવાર અમરાઈવાડી બેઠક પર છે.
તો વળી રાધનપુર બેઠક પર 10 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, જ્યારે લુણાવાડા બેઠકપર ભાજપ, કોંગ્રેસ અને NCP વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે. બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે સાત ઉમેદવારો વચ્ચે જંગ જામશે. ભાજપ કોંગ્રેસ અને NCPના ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. ચાર અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી મેદાને ઉતર્યા છે.