કમલેશ તિવારી હત્યાકેસનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો છે. આ હત્યામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની સુરતમાંથી ધરપકડ કરાઈ છે. શુક્રવારે કમલેશ તિવારીના કાર્યલયમાં ઘુસી જઈ ચાકુના 13 ઘા મારી અને ગોળી ધરબી દઈ કરપીણ હત્યા કરાઈ હતી. હત્યાનું પગેરુ સુરતમાંથી મળી આવ્યું છે. ઘટના સ્થળેથી મળી આવેલા મીઠાઈના બોક્સના આધારે ગુજરાત કનેક્શન મળી આવ્યુ હતું.
ત્યારપછી મીઠાઈની દુકાનના સીસીટીવી ફુટેજ પોલીસને હાથ લાગ્યા હતાં. ફુટેજના આધારે ગુજરાત એટીએસે લીંબાયત વિસ્તારમાંથી દરજી કામ કરતાં રશીદ અહમદ પઠાણ, સાડીની દુકાનમાં કામ કરતાં મૌલાના મોહસિન શેખ અને ફૈઝાન નામના આરોપીની ધરપકડ કરી છે. જે ચંપલની દુકાનમાં કામ કરે છે.
કમલેશ તિવારી હત્યાકેસમાં ગુજરાત ATSએ કરી ત્રણની ધરપકડ એટીએસ ચીફ હિમાંશુ શુક્લાએ જણાવ્યું હતું કે,'ધરપકડ કરાયા બાદ ત્રણેય આરોપીઓએ ગુનો કબુલી લીધો છે. આજે રાત્રે આરોપીઓને ઉતર પ્રદેશ પોલીસને સોંપવામાં આવશે. એટીએસ સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે મૌલાના મોહસીન શેખે કહ્યું કે શરીયત પ્રમાણે તિવારીની હત્યા વાજીબ-એ-કત્લ છે અને આવા વ્યકિતને મારવામાં કોઈ જ પાપ નહિ લાગે. અન્ય બે આરોપીઓ મૌલાનાની વાતથી ઉશકેરાઈને ક્ટ્ટરતા ધારણ કરી હોવાનું સામે આવ્યું છે.'
કમલેશ તિવારી હત્યાકેસમાં ગુજરાત ATSએ કરી ત્રણની ધરપકડ રશીદ પઠાણે પોતે કમલેશ તિવારીની હત્યા કરવાનું કહ્યું ત્યારે તેનો ભાઈ મ્યુદિનએ ના પાડી દીધી હતી અને ત્યારબાદ બે ફરાર આરોપી પૈકીનો એક અસફાફ સાથે મળીને 16મી ઓક્ટોબરે રાત્રે 9.55 વાગ્યે ઉધ્યોગ કર્મી ટ્રેનમાં બેસીને હત્યાને અંજામ આપવા માટે લખનઉ ગયા હતા. ટ્રેન આરોપીઓએ દાઢી અને અન્ય કેટલીક વસ્તુઓ કાઢી નાખી ભગવા કપડા પહેરી દોઢ દિવસમાં કમલેશ તિવારીની હત્યા કરી દીધી હતી. અસફાફ અને રશીદનો ભાઈ મયુદીન હજુ ફરાર છે અને બંને ઉતર ભારતમાં ક્યાંક છુપાયા હોવાની શંકા વ્યકત કરી હતી. લખનઉના સીસીટીવીમાં દેખાતી બંને મહિલાનો આ કેસમાં કોઈ જ રોલ ન હોવાની એટીએસ દ્વારા સપષ્ટતા કરવામાં આવી હતી
ગુજરાત એટીએસે આ મામલામાં છ લોકોની શંકાના આધારે અટકાયત કરી હતી. જો કે એ લોકોમાંથી અત્યાર સુધીમાં ઉપરોક્ત ત્રણ યુવાનોની ભુમિકા સ્પષ્ટ થઈ છે. એટીએસ આ આરોપીઓને ઉત્તરપ્રદેશ પોલીસને સોંપશે. યુપી પોલીસ આ કેસમાં ઉંડાણપુર્વકની તપાસ કરશે અને આ હત્યા કેસમાં અન્ય કયા કાય લોકોની સંડોવણી છે તે રહસ્ય પરથી પડદો ઉંચકશે.