આ અરજી વકીલ અમિત સાહનીએ દાખલ કરી હતી. આ અરજીમાં માગ કરવામમાં આવી હતી કે, કાલિંદી કુંજ અને શાહીન બાગના માર્ગને ખોલવા માટે આદેશ આપ્યો છે. માર્ગ બંધ હોવાના કારણે બીજા રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા સર્જાઇ છે.
શાહીન બાગ મામલો: દિલ્હી હાઇકોર્ટે કહ્યું- સરકાર અને પોલીસ કાયદાકીય ઢબે કામ કરે - caa
નવી દિલ્હી: CAA-NRCના વિરોધમાં દિલ્હીના શાહીન બાગમાં પ્રદર્શન ચાલી રહ્યું છે. શાહીન બાગમાં માર્ગ બંધને લઇને દાખલ અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી કરતા કોર્ટે પોલીસ અને સરકારને કાયદાકીય રીતે કામ કરવાનો આદેશ આપ્યો છે. દિલ્હી હાઇકોર્ટે કહ્યું કે, સંબંધિત વિભાગ આ મુદ્દા પર ધ્યાન આપે અને સરકારી નિયમ અને કાયદકીય રીતે કામ કરે.
શાહીન
ઉલ્લેખનીય છે કે, આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, 15 ડિસેમ્બરે નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં પ્રદર્શનના કારણે રસ્તો બંધ છે. આ માર્ગ બંધ હોવાના કારણે DND એક્સપ્રેસ-વે અને આશ્રમના વૈકલ્પિક રૂટથી જવું પડે છે. નોંધનીય છે કે, આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, માર્ગ બંધ હોવાના કારણે બાળકોને સ્કૂલ જવામાં પણ મુશ્કેલી પડી રહી હતી.