ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પ્રવાસિઓ, વિદેશથી આવનારા લોકોનું આરટી-પીસીઆર આધારિત 'પૂલ- ટેસ્ટિંગ' કરાશે

કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે કોરોના વાઈરસના ચેપને રોકવા માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ અંતર્ગત, પરપ્રાંતીય કામદારો અને વિદેશથી પરત ફરનારા લોકોના કોરોના વાઈરસના ચેપની તપાસ માટે 'આરટી-પીસીઆર' આધારિત 'પૂલ પરીક્ષણ' કરવામાં આવશે.

government
government

By

Published : May 15, 2020, 3:02 PM IST

નવી દિલ્હી: કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે કોરોના વાઈરસના ચેપને રોકવા માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ અંતર્ગત, પરપ્રાંતીય કામદારો અને વિદેશથી પરત ફરનારા લોકોના કોરોના વાઈરસના ચેપની તપાસ માટે 'આરટી-પીસીઆર' આધારિત 'પૂલ પરીક્ષણ' કરવામાં આવશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પ્રવાસીઓ/ વિદેશથી પરત ફરેલા લોકો અને ગ્રીન ઝોન માટે ગુરુવારે 'આરટી-પીસીઆર' આધારિત 'પૂલ પરીક્ષણ' વિષય પર માર્ગદર્શિકા જાહેર કરતાં કહ્યું હતું કે, ગ્રીન ઝોનમાં આવતા જિલ્લાઓમાં (કોવિડ- 19) દેખરેખ કરવામાં આવશે.

દિશાનિર્દેશમાં જણાવ્યાનુસાર, પૃથક-વાસ કેન્દ્ર અને નિર્ધારિત હોટલોમાં રોકાયેલા પ્રાવસીઓ અને વિદેશથી આવનારા લોકો ગ્રીન ઝોન( જેમાં છેલ્લા 21 દિવસમાં કોરોના સંક્રમણનો એક પણ કેસ સામે આવ્યો નથી.)માં દેખરેખના ઉદ્દેશ્ય માટે આરટી-પીસીઆર આધારિત પૂલ- ટેસ્ટિંગનો ઉપયોગ કરીને નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પરીક્ષણ પદ્ધતિ હેઠળ, એક સાથે 25 લોકોની પસંદગી કરવામાં આવશે અને નિયમોનું પાલન કરીને સલામતી પોશાક, ગ્લોવ્સ અને એન 95 માસ્ક પહેરીને પ્રયોગશાળાના પ્રશિક્ષિત કર્મચારીઓ દ્વારા ગળા / નાકના સ્વેબ્સ એકત્રિત કરવામાં આવશે.

આ ઉપરાંત માર્ગદર્શિકામાં જણાવાયું છે કે, આવા 25 નમૂનાઓ ટ્રિપલ-સ્તરવાળી પેકેજિંગ હશે અને આઇસીએમઆર માર્ગદર્શિકા હેઠળ નિયુક્ત પ્રયોગશાળામાં પહોંચાડવામાં આવશે. તેના પરીક્ષણ અહેવાલ 24 કલાકમાં અલગ આવાસ કેન્દ્ર / સંલગ્ન સંસ્થાને પહોંચાડવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details