ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સિમેન્ટ પર ઘટ્યો GST, અંડર કંન્ટ્રક્શન ઘર પર મળશે લાભ - House

નવી દિલ્હી: GSTની રવિવારે મળેલી બેઠકમાં અંડર કન્ટ્રક્શન ઘરો પર સરકારે GST ઘટાડી દીધો છે. સાથે-સાથે સરકારે સિમેન્ટમાં પણ GST ઘટાડવાની જાહેરાત કરી છે. જેને લઈ મોટી સંખ્યામાં લોકોને ફાયદો થવાની આશા વર્તાઈ રહી છે.

sdfsd

By

Published : Feb 24, 2019, 11:14 PM IST

પ્રાપ્ત વિગતો મુજબ, આ બેઠકમાં રિયલ એસ્ટેટના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. અહીં જાણવા જોગ છે કે, આ અગાઉ પણ વીડિયો કોન્ફરંસીગ દ્વારા બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ 3બી રિટર્ન ભરવાની અંતિમ તારીખમાં વધારો કરી દીધો છે. GSTR-3B એક માસિક સંક્ષિપ્ત અહેવાલ રિટર્ન છે.

dfsd

સરકારે જાહેરાત કર્યા બાદ અરૂણ જેટલીએ જણાવ્યું કે, હાઉસિંગ અને લોટરીના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં મંદીના કારણે સરકારે GSTમાં રાહત આપી છે. તો આ બાજુ ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની આગેવાનીમાં યોગ્ય કિંમતના ઘરો પર 3 ટકા GST લગાવવાની વાત પર જોર આપ્યું છે. જે પહેલા 8 ટકા હતું. સમિતિના રિપોર્ટ પર રવિવારે બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.

ABOUT THE AUTHOR

...view details