છત્તીસગઢ ખાતેના મહોત્સવમાં ગુજરાતી કલાકારો સાથે ETV BHARATની ખાસ વાતચીત - રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર
છત્તીસગઢ : પ્રદેશમાં સંસ્કૃતિને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવા છત્તીસગઢના રાયપુરના કોલેજ ગ્રાઉન્ડ ખાતે આવતીકાલથી રાષ્ટ્રીય આ઼દીવાસી ડાન્સ ફેસ્ટિવલનું આયોજન કર્યુ છે. આ આયોજન ત્રણ દિવસ સુધી ચાલશે. જેમાં ઓડિશા, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, ઉતરાખંડ, આસામ, જમ્મુ કાશ્મીર, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છતીસગઢ, ત્રિપુરા, સિક્કિમ, લદાખ, ઉતરપ્રદેશ, તેલંગણા, કર્ણાટક, કેરલ, તમિલનાડુથી આવેલા કલાકાર પોતાના લોકગીત અને આદિવાસી સંસ્કૃતિ રજુ કરશે. આ ઉપરાંત અનેક કલાકારો વિદેશથી પણ આવેલા છે.

રાયપુર ખાતે ગુજરાતી કલાકારો સાથે ETV BHARATની ખાસ વાતચીત
આ મહોત્સવમાં ગુજરાતથી આવેલી ટીમે ETV BHARAT સાથે ખાસ વાતીચીત કરી હતી જેમાં ગુજરાતની ટીમે જણાવ્યું હતુ કે અહીં આવીને ખુશી થઇ છે અને આવતીકાલથી શરૂ થનાર મહોત્સવમાં ગુજરાતી આદિવાસી સંસ્કૃતિ સાથે જોડાયેલ ડાન્સ પરફોર્મન્સ રજુ કરશે.
રાયપુર ખાતે ગુજરાતી કલાકારો સાથે ETV BHARATની ખાસ વાતચીત