નવી દિલ્હી/ નોઇડા: યુપીના શૉ વિન્ડો ગણાતા નોઇડામાં નોઇડા એક્સ્ટેન્શન ખાતે આવેલી ગ્રીન આર્ક સોસાયટીમાં ફ્લેટ ખરીદનાર લોકોને બિલ્ડરે ગુરુવારે પઝેશન આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ ગ્રેટર નોઇડા ઓથોરિટીને આપવાની થતી રકમ બાકી હોવાથી બિલ્ડરને OC એટલે કે ઓક્યુપેન્સી સર્ટિફિકેટ નથી મળ્યું જેના કારણે ખરીદદારો ફસાયા છે.
નોઇડાની ગ્રીન આર્ક સોસાયટીમાં બિલ્ડરની ભૂલને કારણે રહીશોને ફટકો - મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ
નોઇડા એક્સ્ટેન્શનની ગ્રીન આર્ક સોસાયટીના નવા બનેલા મકાનોમાં પઝેશન આપવા અંગે વિવાદ ઉભો થયો છે. બિલ્ડર દ્વારા ઓક્યુપેન્સી સર્ટિફિકેટ ન આપવામાં આવતા ખરીદદારોને પોતાના જ ખરીદેલા ફ્લેટમાં વસવાટ કરવું અઘરું થઇ પડ્યું છે.
આ સોસાયટીના એચ અને આઇ ટાવર ના લગભગ 120 ખરીદદારો અદ્ધર લટકી રહ્યા છે. ગુરુવારે જ્યારે તેઓ સામાન શિફ્ટ કરવા પહોંચ્યા ત્યારે બિલ્ડરે તેમને પઝેશન આપવાની મનાઈ કરી હતી. ઉપરાંત ટાવરની લાઈટ અને પાણી બંધ કરી દેવાની પણ ધમકી આપવામાં આવી છે.
એક રહેવાસીએ 2 વર્ષ પહેલા આ સોસાયટીમાં ફ્લેટ બુક કર્યો હતો. તેને બિલ્ડરે 3 મહિનામાં OC અને ફ્લેટનું પઝેશન આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ ન તો તેને પઝેશન મળ્યું ન તો OC. તેનું ઘર બચાવવા તે હજુ પણ EMI ભરી રહ્યો છે પરંતુ તેની હાલત ઘર હોવા છતા બેઘર જેવી થઇ ગઈ છે. તેની જેવા બીજા અનેક ખરીદદારો છે જેઓ બિલ્ડરની ભૂલને કારણે પોતે સજા ભોગવી રહ્યા છે.