ચેન્નઈ : તમિલનાડુ પોલીસે જણાવ્યું છે કે, 'લોકડાઉનનો ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ 2 લાખ પ્રાથમિક કેસ નોંધાયા છે, જ્યારે 1.5 લાખ વાહન ડિટેઈન કરવામાં આવ્યા છે. નગર નિગમે ચેતવણી આપી છે કે, જે લોકો માસ્ક વગર ચાલતા હશે તે લોકોને 100 રુપિયા દંડ થશે અને માસ્ક વગર વાહન ચલાવતા હશે તો ડ્રાઈવિંગ લાઈસન્સ રદ થશે.'
તમિલનાડુ: લોકડાઉનનો ભંગ કરવા બદલ પોલીસ અને GCCની સખ્ત કાર્યવાહી - તમિલનાડુ કોરોના અપડેટ
તમિલનાડુ પોલીસે જણાવ્યું છે કે, લોકડાઉનનો ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ 2 લાખ પ્રાથમિક કેસ નોંધાયા છે, જ્યારે 1.5 લાખ વાહન ડિટેઈન કરવામાં આવ્યા છે. નગર નિગમે ચેતવણી આપી છે કે, જે લોકો માસ્ક વગર ચાલતા હશે તે લોકોને 100 રુપિયા દંડ થશે અને માસ્ક વગર વાહન ચલાવતા હશે તો ડ્રાઈવિંગ લાઈસન્સ રદ થશે.
![તમિલનાડુ: લોકડાઉનનો ભંગ કરવા બદલ પોલીસ અને GCCની સખ્ત કાર્યવાહી Greater Chennai Corporation is taking all effective measures to fight against the COVID-19 Pandemic.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6804722-177-6804722-1586956585038.jpg)
લોકડાઉનનો ભંગ કરવા બદલ પોલીસ અને GCCની સખ્ત કાર્યવાહી
પોલીસે જણાવ્યું છે કે, 'અત્યાર સુધી 1,84,748 કેેસ સામે આવ્યા છે જેની પ્રાથમિક નોંધણી થઈ ગઈ છે. અત્યાર સુધીમાં કુલ 82.32 લાખ રુપિયા દંડ રુપે વસૂલવામાં આવ્યા છે અને 1.56 લાખ વાહન ડિટેઈન કરવામાં આવ્યા છે.'
ગ્રેટર ચેન્નઈ કૉર્પોરેશન (GCC) કહ્યું છે કે, 'મહામારી નિયમ 1897ની કલમ 2 હેઠળ GCC સૂચિત કરે છે કે જરુરી કામ માટે બધાએ માસ્ક પહેરવું અનિવાર્ય છે.'