ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઘણા દાયકાઓ સુધી દેશને નહીં મળે આવા PM: ગ્રેટ ખલી - કવિ સંમ્મેલનમાં ઈન્ટરનેશનલ રેસલક દિલીપ રાણા

નવી દિલ્હી: ભાજયુમો દ્વારા NRC અને CAAના સમર્થનમં આયોજિત એક કવિ સંમ્મેલનમાં ઈન્ટરનેશનલ રેસલક દિલીપ રાણા ઉર્ફે ધ ગ્રેટ ખલી હાજર રહ્યા હતા. ખલીએ કાર્યક્રમમાં હાજર લોકોને જોઈને કહ્યું કે, તે યમુનાપારમાં એક વિશ્વસ્તરીય રેસલિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવાના છે અને તેમને યુવાઓનું સમર્થન જોઈએ છે. આ ઉપરાંત ગ્રેટ ખલીએ કહ્યું કે, આવા વડાપ્રધાન ઘણા દાયકાઓ સુધી દેશને નહીં મળે.

ETV BHARAT
કવિ સમ્મેલનમાં પહોંચ્યા ખલી

By

Published : Jan 5, 2020, 1:08 PM IST

રાજધાની દિલ્હીના યમુનાપાર વિસ્તારમાં ટૂંક સમયમાં એક વિશ્વસ્તરીય રેસલિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવશે. જેમાં ઈન્ડિયન પહેલવાન વિદેશી રેસલરો સાથે જોવા મળશે. આ જાહેરાત ઈન્ટરનેશનલ રેસલર દિલીપ રાણા ઉર્ફે ધ ગ્રેટ ખલીએ ભાજયુમો દ્વારા આયોજિત NRC અને CAAના સમર્થનમાં આયોજિત એક કવિ સંમ્મેલનમાં કરી હતી. આ કવિ સંમ્મેલનનું આયોજન ભાજયુમોના પ્રદેશ ઉપ-પ્રમુખ જિતેન્દ્ર કંવરે કર્યું હતું. જેમાં દેશના પ્રખ્યાત કવિઓએ ભાગ લીધો હતો.

કવિ સમ્મેલનમાં પહોંચ્યા ખલી

વિશ્વસ્તરીય રેસલિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરશે ખલી
કવિ સમ્મેલનમાં ખલીએ યુવાનોને આહ્વાન કરી ભાજપ નેતા જિતેન્દ્ર કંવરને સમર્થન કરવા કહ્યું હતું. કવિ સમ્મેલનમાં પહોંચેલા ખલીએ કાર્યક્રમમાં હાજર લોકોની ભીડ જોઈને કહ્યું કે, તે ટૂંક સમયમાં યમુનાપારમાં એક વિશ્વસ્તરીય રેસલિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવાના છે અને તેમને યુવાઓનું સમર્થન જોઈએ છે.

ખલીએ હાજર લોકોને સંબોધન કરતા જણાવ્યું કે, આ રેસલિંગ પ્રતિયોગિતામાં દેસી પહેલવાન અને વિદેશી રેસલરો વચ્ચે ટક્કર જોવા મળશે. આ પ્રસંગે ગ્રેટ ખલીએ કહ્યું કે, આવા વડાપ્રધાન ઘણા દાયકાઓ સુધી દેશને નહીં મળે.

ગ્રેટ ખલી

જિતેન્દ્ર કંવરે કહ્યું કે, દેશના હિતમાં લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણયો પર સમગ્ર દેશને આપણા વડાપ્રધાન પર ગર્વ છે.

ABOUT THE AUTHOR

...view details