ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભાજપના સાંસદ રીતા બહુગુણા જોશીની પૌત્રીનો ફટાકડાએ લીધો જીવ - bjpmp

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી ભાજપના સાંસદ રીતા બહુગુણા જોશીની પૌત્રીનું ફટાકડાથી દાઝી જવાથી સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. તેમની પૌત્રીને સારવાર માટે દિલ્હી લઈ જવામાં આવી હતી.

ભાજપના સાંસદ રીતા બહુગુણા
ભાજપના સાંસદ રીતા બહુગુણા

By

Published : Nov 17, 2020, 11:34 AM IST

  • ભાજપના સાંસદ રીતા બહુગુણા જોશીની પૌત્રીનું મોત
  • ફટાકડાથી દાઝી જવાથી મોત
  • બાળકીના મોતના સમાચાર મળતા જ ઘરમાં શોકનો માહોલ

પ્રયાગરાજ: દિવાળીના પાવન પર્વ પર સમગ્ર દેશમાં ધામધુમથી ઉજવણી થઈ હતી. દિવાળીના તહેવારમાં કેટલાક સ્થાનો પર આગની ઘટના બની હતી. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનાં સાંસદ રીટા બહુગુણા જોશીની પૌત્રીનું મોત ફટાકડાથી દાઝી જવાથી મોત થયું હતું.

ઘરમાં શોકનો માહોલ

હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીનું મોત થયું છે. બાળકીના મોતના સમાચાર મળતા જ ઘરમાં શોકનો માહોલ ફેલાયો છે. રીતા બહુગુણા જોશી ભાજપના સાંસદ છે. દિવાળીની રાત્રે તેમના પરિવાર સાથે પ્રયાગરાજમાં હતા. જાણકારી અનુસાર રાત્રે બાળકી અગાશી પર રમવા માટે ગઈ હતી. આ દરમિયાન ગંભીર અક્સમાત સર્જાયો હતો. જેમાં રીતા બહુગુણાની પૌત્રી ફટાકડાથી દાઝી ગઈ હતી. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીનું મોત થયું છે.

ABOUT THE AUTHOR

...view details