ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ કાશ્મીરઃ સોપોરના બસ સ્ટેન્ડમાં બોંબ ફેંકાયો, 20 ઘાયલ - grenade attack insopar

જમ્મુ કાશ્મીરના સોપોરના બસ સ્ટેન્ડમાં ગ્રેન્ડ ફેંકાયો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. આ હુમલો આતંકવાદીઓ દ્વારા કરાયો હોવાની પુરે પુરી સંભાવના છે. આ ઘટનામાં 20 લોકો ઘાયલ થયા છે.

પ્રતિકાત્મક તસવીર

By

Published : Oct 28, 2019, 5:25 PM IST

Updated : Oct 28, 2019, 8:43 PM IST

શ્રીનગરઃ દિવાળીના બીજા દિવસે જમ્મુ કાશ્મીરના સોપોર વિસ્તારમાં આવેલા બસ ડેપોમાં ગ્રેનેડ ફેંકાયો છે.

સોમવારે બપોરના સમયે આ ઘટના સામે આવી છે. બોંબ ફેંકવાનું કૃત્ય આતંકીઓનું હોવાની પ્રબળ સંભાવના છે. હાલમાં આ ઘટના અંગે તપાસ ચાલી રહી છે.

કાશ્મીર ઝોન પોલીસે આ અંગે નિવેદન આપ્યુ છે કે, હુમલામાં આમ જનતાને નિશાન બનાવાઈ છે. આ ઘટનામાં 20 લોકો ઘાયલ થયા છે. જેમાં 1 ની હાલત ઘણી ગંભીર છે. જેને સારવાર માટે શ્રીનગર ખસેડાયો છે. અન્ય લોકોને નજીકના દવાખાનામાં સારવાર અપાઈ રહી છે.

પોલીસે હુમલાખોરોને પકડવાનાા ચક્રો ગતિમાન કર્યા છે.

Last Updated : Oct 28, 2019, 8:43 PM IST

ABOUT THE AUTHOR

...view details