જો કે, પોલીસે આ વિદ્યાર્થીને બિલ્ડીગથી નીચે ઉતારી લીધો હતો અને તેના માતા પિતાને સોંપવામાં આવ્યો હતો. હૈદરાબાદમાં પશુઓના ડોક્ટર સાથે થયેલા ગૈંગરેપ અને હત્યાને લઇને સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને લોકો વિરોધ નોંધાવી રહ્યા છે.
દુષ્કર્મની ઘટનાના આરોપીને ફાંસી અપાવવા જીદે ચડેલા યુવકે આત્મહત્યાની ધમકી આપી - બિલ્ડીંગ થી કૂદીને આત્મહત્યા
હૈદરાબાદઃ તેલંગણામાં એક વિદ્યાર્થીએ બિલ્ડિંગથી કુદીને આત્મહત્યા કરવાની ચિમકી આપી છે. વિદ્યાર્થીની માંગણી છે કે હૈદરાબાદમાં ડોક્ટર લેડી સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના આરોપીઓને સજા-એ-મોત આપવામાં આવે.
આરોપીઓને સજા-એ-મોતની કરી માંગ
આ પણ વાંચોઃ હૈદરાબાદઃ ડૉકટરની નિર્મમ હત્યાથી લોકો રસ્તા પર, આરોપીને ફાંસીએ લટકાવવાની કરી માગ
પ્રદર્શન કરનારની માંગણી છે કે આ પ્રકારનું કૃત્ય કરનારા આરોપીઓને જલ્દીથી જલ્દી ફાંસીને સજા કરવામાં આવે, અને તેના કારણે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની હરકત કરતા પહેલા હજારવાર વિચારે.