નવી દિલ્હી: કોરોના વાઇરસથી દેશમાં ઉદ્યોગોને પુનર્જીવિત કરવા અને યુવાનોને રોજગારી મળે તે માટે સરકાર બીજું રાહત પેકેજ લાવી શકે છે, નાણા સચિવ અજય ભૂષણ પાંડેએ તેનો સંકેત આપ્યો છે. તેમણે જણાવ્યું કે, સરકાર અર્થતંત્રનાં કયા ક્ષેત્રમાં અથવા વસ્તીના કયા ભાગને કયા સમયે સહાય કરવી તે પણ વિચારી રહી છે. તેમણે કહ્યું કે, અમે ઉદ્યોગ સંસ્થાઓ, વેપાર સંગઠનો, વિવિધ મંત્રાલયોના સૂચનો લેતા રહીએ છીએ.
સરકાર અર્થવ્યવસ્થાને ટેકો આપવા રાહત પેકેજ પર કામ કરી રહી છે: નાણા સચિવ - અર્થતંત્ર
નાણા સચિવ અજય ભૂષણ પાંડેએ જણાવ્યું કે, સરકાર અર્થવ્યવસ્થાને ટેકો આપવા માટે આગામી સમયમાં બીજું રાહત પેકેજ લાવી શકે છે.
અર્થતંત્ર સુધાર અને વિકાસના માર્ગ પર
અર્થવ્યવસ્થા વર્તમાન સ્થિતિની વાત કરતા પાંડેએ જણાવ્યું કે, અર્થવ્યવસ્થા સારી થઇ રહી છે અને વિકાસ તરફ વધી રહી છે. ભૂષણે કહ્યું હતું કે, ઇ-વે બિલ અને ઇ-ચાલાનની સાથે જ જીએસટી સંગ્રહના આંકડા સૂચવે છે કે, અર્થતંત્ર માત્ર સુધારના માર્ગ પર જ નથી, પરંતુ ઝડપથી વિકાસના માર્ગ પર છે. વર્તમાન નાણાંકીય વર્ષમાં એપ્રિલ-ઓક્ટોબર દરમિયાનનો કુલ ટેક્સ કલેક્શન પાછલા નાણાકીય વર્ષના સમયગાળાની તુલનામાં 22 ટકા ઘટીને રૂપિયા 4.95 લાખ કરોડ થયો છે. તેમણે કહ્યું હતું કે, જો આપણી કર સંગ્રહ વસૂલવાની પદ્ધતિમાં સુધારો થયો ન હોત તો મહામારીનો આર્થિક પ્રભાવ ઘણો વધારે હોત.