નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશમાં કોરોના વાઇરસની રસીને લઈ યોગ્ય વ્યૂહરચનાના કોઈ સંકેત મળ્યા નથી. સરકાર પર રસીને લઈ કોઈ તૈયારી ન હોવાનો આરોપ લગાવતા રાહુલે કહ્યું કે, કોરોનાની રસી તૈયાર ન થવી એ ખતરનાક છે.
રાહુલનો સરકાર પર કટાક્ષ, કહ્યું- ભારતમાં કોવિડ-19 વેક્સિનની તૈયારી ન થવી એ ખતરનાક - રાહુલ ગાંધીએ ટ્વિટ
રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કોરોના વેક્સિનને લઈ સરકાર પર નિશાન સાંધ્યું હતું. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે, કોરોનાની રસી સુધી પહોંચવાની યોગ્ય અને વ્યૂહરચના અત્યાર સુધીમાં બની જવી જોઈએ, પરંતુ હાલમાં કોઈ સંકેત મળી રહ્યાં નથી. ભારત સરકારની રસી માટે કોઈ તૈયારી ન હોવી ખતરનાક છે.
રાહુલે ટ્વીટ કરી કહ્યું કે, કોવિડ-19ની રસી લોકો સુધી પહોંચાડવા માટેની સમગ્ર રણનીતિ અત્યાર સુધીમાં બની જવી જોઈએ, પરંતુ અત્યાર સુધી કોઈ રસીને લઈ સંકેત મળ્યા નથી. છેલ્લા કેટલાક દિવસો પહેલા રાહુલે કહ્યું હતું કે, સરકારને કોરોના વાઇરસની રસીનો ઉપયોગ અને તેના વિતરણની વ્યવસ્થા પર પહેલાથી જ કામ કરવું જોઈએ.
મહત્વનું છે કે, દેશમાં એક દિવસમાં કોવિડ-19ના રેકોર્ડ 75.760 કેસ સામે આવ્યા છે. કોરોના દર્દીઓની કુલ સંખ્યા 33, 10, 234 થઈ છે, જ્યારે મૃત્યુઆંક વધીને 60,472 પહોંચ્યો છે.