ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેન્દ્ર સરકાર N-95 માસ્કના ભાવમાં વધુ ઘટાડો કરશે: સદાનંદ ગૌડા - Central Minister for chemical and fertilisers D V Salamanca Gowda

કેન્દ્રીય કેમિકલ અને ખાતર પ્રધાન ડીવી સદાનંદ ગૌડાએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા N -95 માસ્કના ભાવમાં 47 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેની કિંમત વધુ ઘટાડવા માટે, પણ વિચારણા કરવામાં આવી રહી છે. સદાનંદ ગૌડાએ ઇટીવી ભારત સાથે ખાસ વાતચીતમાં આ માહિતી આપી.

સદાનંદ ગૌડા
સદાનંદ ગૌડા

By

Published : May 26, 2020, 5:12 PM IST

બેંગલુરુ: માસ્ક કોરોના વાઇરસનાના સંક્રમણને રોકવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પરંતુ ભારતમાં N -95 માસ્કની કિંમત ઘણી વધારે છે. તેથી, સરકારે તેની કિંમત ઘટાડવાનો નિર્ણય લીધો છે. ઇટીવી ભારત સાથે ખાસ વાતચીતમાં કેન્દ્રીય કેમિકલ અને ખાતર પ્રધાન ડીવી સદાનંદ ગૌડાએ આ માહિતી આપી હતી.

કેન્દ્રીય કેમિકલ અને ખાતર પ્રધાન ડીવી સદાનંદ ગૌડાએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા N -95 માસ્કના ભાવમાં 47 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેની કિંમત વધુ ઘટાડવા માટે, પણ વિચારણા કરવામાં આવી રહી છે.

ગૌડાએ કહ્યું કે ભારતમાં દવાની કોઈ અછત નથી. ભારત અન્ય દેશોમાં પણ દવાઓની નિકાસ કરી રહ્યું છે. તમામ મોટા દેશોએ ભારતના આ પગલાની પ્રશંસા કરી છે.

તેમણે કહ્યું કે, જનૌષધિ કેન્દ્ર દ્વારા નીચા ભાવે દવાઓ વેચાઇ રહી છે. અહીં સમાજના તમામ વર્ગના લોકો, ખાસ કરીને નબળા વર્ગમાંથી આવતા લોકોને વાજબી ભાવે દવાઓ મળી રહે છે.

તેમણે એમ પણ કહ્યું કે દેશમાં ખાતરની અછત નથી. તેમણે કહ્યું કે નિષ્ણાંતો સાથે વાત કર્યા પછી આગામી દિવસોમાં 30 પેસ્ટિસાઇડ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. કેન્દ્ર સરકાર ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details