સરકારે સોના અને ચાંદીના ઘરેણા પર લેવામાં આવતો ટેક્સ પરત કરવાની ટકાવારી વધારી છે. નાણા મંત્રાલય તરફથી જાહેર કરેલી એક નોટિસમાં આ અંગેની જાણકારી આપી છે. સરકારના આ પગલાથી સોના અને ચાંદીના ઘરેણાઓના નિકાસને વિશ્વના બજારોમાં વધારે હરિફાઇમાં જોડશે.
સોનાના ધરેણાઓ માટે રિફન્ડ વધારીને 372.9 રૂપિયા પ્રતિ ગ્રામ અને ચાંદીના ઘરેણાઓ માટે 4332.2 રૂપિયા પ્રતિ કિલોગ્રામ કરવામાં આવ્યા છે. આ પહેલા આ રિફન્ડ 272 રૂપિયા પ્રતિ ગ્રામ અને 3254 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો.