ઓવૈસીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, 'પૂર્વ મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તીની દિકરીને પોતાના જ રાજ્યમાં જવા માટે ન્યાયાલયની મંજૂરી લેવી પડી હતી. એ જ રીતે માકપા(માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી)ના મહાસચિવ સીતારામ યેચુરીએ પોતાની પાર્ટીના ધારાસભ્યના ખબરઅંતર લેવા માટે સુપ્રિમ કોર્ટના દ્વાર ખખડાવ્યા પડ્યા હતાં.
જમ્મુ-કાશ્મીર અંગે અમિત શાહ જુઠાણું ફેલાવી રહ્યા છેઃ ઓવૈસી
હૈદરાબાદઃ AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ જમ્મુ કાશ્મીર અંગે ગૃહપ્રધાન અમિત શાહના નિવેદનની નિંદા કરી છે. અમિત શાહે કહ્યું હતું કે,'પ્રતિબંધો માત્ર લોકોના મગજ માં જ છે' ઓવૈસીએ કહ્યું હતું કે શાહ સાચા હોય તો માકપા નેતા સીતારામ યેચુરીએ જમ્મુ કાશ્મીર જવા માટે કોર્ટની મદદ કેમ લેવી પડી? કાશ્મીરમાં મોબાઈલ સેવા હજુ પણ ચાલુ નથી થઈ.
જમ્મુ-કાશ્મીર અંગે અમિત શાહ જુઠાણું ફેલાવી રહ્યા છેઃ ઓવૈસી
ઓવૈસીએ એમ પણ ઉમેર્યુ હતું કે, 'જમ્મુ-કાશ્મીરની સ્થિતિ અંગે અમિત શાહ જુઠાણું ફેલાવી રહ્યા છે. શાહ સંસદમાં જુઠુ બોલ્યા કે, ફારૂક અબ્દુલ્લા સ્વતંત્ર છે. પાછળથી તેમની પણ પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ ધરપકડ કરાઈ હતી'
ઓવૈસીએ સવાલ ઉઠાવ્યો હતો કે, ' જો અમિત શાહ સાચુ બોલી રહ્યા હોય તો કાશ્મીરમાં અઘોષિત કટોકટી જેવી સ્થિતિ કેમ છે? કેમ ત્યાં લોકો વેપાર નથી કરી રહ્યા? ત્યાં શાળાઓ હજુ કેમ બંધ છે?