નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારીતય રિઝર્સ બેંકના રિપોર્ટનો હવાલો આપતા બુધવારે સરકાર પર નિશાન સાંધતા કહ્યું કે, ધ્યાન હટાવવાથી નહીં, પણ ખર્ચ વધારવા અને ગરીબોના હાથમાં પૈસા આપીને અર્થવ્યવસ્થા પાટા પર આવશે.
રાહુલ ગાંધીએ કહ્યું- 'હું મહિનાઓથી જે બોલી રહ્યો હતો તે હવે RBIએ માન્યું - રાહુલ ગાંધીનું કેન્દ્ર સરકાર પર નિશાન
રાહુલ ગાંધીએ કહ્યું કે, જે ખતરા વિશે લાંબા સમયથી કહેવામાં આવી રહ્યું હતું, એના વિશે હવે ભારતીય રિઝર્વ બેંકે પણ માની લીધું છે.
રાહુલે ટ્વીટ કરીને કહ્યું કે, "જે વિશે હું મહિના આગાઉથી આગાહ કરી રહ્યો હતો. તેની પુષ્ટિ RBI દ્વારા કરવામાં આવી છે. સરકારે હવે વધુ ખર્ચ કરવાની જરૂર છે, લોન આપવાની જરૂર નથી. ગરીબોને પૈસા આપો, ઉદ્યોગકારોના ટેક્સમાં ઘટાડો નહીં. વપરાશ સાથે અર્થવ્યવસ્થાને પાટા પર ફરી લાવો." રાહુલે કહ્યું કે, મીડિયા દ્વારા ધ્યાન ભટકાવાને ગરીબોની મદદ નહીં થાય કે ન તો આર્થિક સંકટ દૂર થશે.
RBIએ તાજેતરના એક રિપોર્ટમાં કહ્યું છે કે, અર્થવ્યવસ્થામાં માગને પાટા ફરી લાવવામાં લાંબો સમય લાગશે અને કોવિડ-19 પહેલાના સ્તર સુધી ફરી પહોંચવા માટે સરકારી વપરાશ પર આધારિત રહેશે. આમ, ભારતને સતત વિકાસના માર્ગ પર પાછા ફરવા માટે ભારતને ઝડપી અને વ્યાપક સુધારાઓની જરૂર છે. કેન્દ્રીય બેંકે કહ્યું કે, "વર્ષ દરમિયાન અત્યાર સુધીની કુલ માગના અનુમાનથી જાણવા મળ્યું છે કે, વપરાશ પરની અસર ખૂબ ગંભીર છે અને તે પાટા પર ફરી આવવામાં લાંબો સમય લેશે."